Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

લોકડાઉન 4.0માં રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોન સહીત બફર અને કંટેનમેંટ ઝોન: નવા નિયમો ઉમેરાયા

મોલ, જીમ, હોટેલ, સ્વીમિંગ પૂલ, થિયેટર અને બાર બંધ : શાળ અને કોલેજોને ઓનલાઈન અભ્યાસ શરુ કરવા મંજૂરી

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. આ વખતે દેશમાં 5 ઝોન પણ બનાવાયા છે. આ ઝોનમાં રેડ, ઓરેન્જ, ગ્રીન ઉપરાંત બફર ઝોન અને કંટેન્ટમેન્ટ ઝોન પણ સામેલ થયા છે. આ પાંચ ઝોનને લઈ રાજ્ય સરકારો નિર્ણય લેશે. અત્યાર સુધીમાં કોરોના વાયરસને લઈ દેશમાં ત્રણ ઝોન જ હતા.

આજે ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં 31 મે સુધી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ જ રહેશે. જો કે સ્થાનિક ફ્લાઈટ જે મેડિકલ સેવા અને સુરક્ષા વ્યવસ્થા માટે હશે તે ચાલશે. આ સિવાય લોકડાઉનના ચોથા તબક્કામાં પણ મોલ, જીમ, હોટેલ, સ્વીમિંગ પૂલ, થિયેટર અને બાર બંધ રાખવામાં આવશે. શાળ અને કોલેજોને ઓનલાઈન અભ્યાસ શરુ કરવા પરવાનગી આપવામાં આવી છે. આ નિયમો અગાઉના લોકડાઉનમાં હતા તેવા જ છે જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

(8:32 am IST)