Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ઇસરોની ઉંચી ઉડાન

આગામી ૧૦ વર્ષમાં લોન્ચ થશે ૭ વૈજ્ઞાનિક મિશન, મંગળ પછી શુક્રની તૈયારી શરૂ

૨૦૨૦માં બ્રહ્માંડિય વિકિરણનો અભ્યાસ કરવા માટે એકસપોસેટ, ૨૦૧૨માં સૂર્યના અભ્યાસ માટે એલ૧, ૨૦૨૨માં મંગળ મિશન-૨, ૨૦૧૪માં ચંદ્રયાન-૩ અને ૨૦૨૮માં સૌર મંડળની બહાર એક નવી શોધ કરવાનું અભિયાન બનાવાયું છે

નવી દિલ્હી, તા.૧૭: ભારત છ વર્ષ પહેલા મંગળ ગ્રહ પર પહોંચ્યા પછી હવે શુક્ર ગ્રહ (Venus) પર જવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આગામી ૧૦ વર્ષમાં ૭ વૈજ્ઞાનિક મિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે. જેમાં ૨૦૧૩માં શુક્ર ગ્રહનું મિશન હાથ ધરવામાં આવશે.

ઈસરોના ચેરમેન સિવન શુક્રવારે શ્રીહરિકોટામાં ૧૦૮ સ્કૂલના વિદ્યાર્થીઓને યુવિકા-૨૦૧૯થી યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ અંતર્ગત સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ઈસરોને દુનિયાભરમાં સારી પ્રતિક્રિયા મળી છે. ઈસરો ૨૦ કરતાં વધુ પેલોડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, આગામી ૧૦ વર્ષમાં ઇસરો દ્વારા ૭ મોટા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવામાં આવશે. જેમાં ૨૦૨૦માં  બ્રહ્માંડિય વિકિરણનો અભ્યાસ કરવા માટે એકસપોસેટ, ૨૦૧૨માં  સૂર્યના અભ્યાસ માટે ન્૧, ૨૦૨૨માં  મંગળ મિશન-૨, ૨૦૧૪માં ચંદ્રયાન-૩ અને ૨૦૨૮માં સૌર મંડળની બહાર એક નવી શોધ કરવાનું અભિયાન બનાવાયું છે.

શુક્ર ગ્રહ અભિયાન અંગે તેમણે જણાવ્યું કે, શુક્ર ગ્રહ આકાર, સંરચના અને ઘનત્વની બાબતે સમાન હોવાને કારણે પૃથ્વીની જોડીયા બહેન માનવામાં આવે છે. મિશન શુક્ર ગ્રહમાં તેની સપાટી, પેટા સપાટી, વાયુમંડળ, રસાયણ વિજ્ઞાન અને પવનનો અભ્યાસ કરવામાં આવશે.

ઈસરોના અધ્યક્ષે વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં વધુમાં જણાવ્યું કે, આદિત્ય એલ-૧ અને એકસપોસેટ મિશનની યોજના પણ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે. અન્ય મિશનની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. સિવનના જણાવ્યા અનુસાર આદિત્ય એલ-૧, સૂર્ય મિશન પૃથ્વી પર જળવાયુ પરિવર્તનને સમજવા અને ભવિષ્યવાણી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

(3:58 pm IST)