Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

બિહારના ગયામા એક નકસલી ઠાર : એકે-૪૭ રાઇફલ મળી આવી

કોબરા બટાલિયન દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપેરશનમાં સફળતા

પટણા,તા.૧૮: બિહારના ગયામા પોલીસ સાથે ૨૦૫ કોબરાની ટીમે ખાસ ઓપરેશન હાથ ધરી આજે  પરોઢિયે એક નકસલીને ઠાર કરી દીધો  છે.  જેમા કોબરા બટાલિયનને માયા ર્ ગયેલા નકસલી પાસેથી એક એકે-૪૭ રાઈફળ મળી આવી  છે. હાલમા પણ આ વિસ્તારમા  સર્ચ ઓપરેશન ચલાવવામા આવી રહ્યુ છે.

ગત મહિનામા પણ સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારમા જે સર્ચ ઓપરેશન ચલાવવામા આવ્યુ હતુ તે અંગેની કેટલીક માહિતી બહાર આવી હતી તેમા એવો ખુલાસો થયો છે કે નકસલીઓ મ્યાનમાર અને નાગા ઈંસર્જેટ ગ્રુપ દ્વારા હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મગાવી રહ્યા છે. આ ઉપરાંત એવી પણ માહીતી મળી રહી છે કે નકસલીઓ ટીસીઓસી એટલે કે ટેકિટલ  કાઉન્ટર ઓફેંસિવ કેમ્પેઈન અનેક  મહિનાથી  ચલાવી રહ્યા છે. નકસલીઓ  દ્વારા આવી પ્રવૃતિ ચલાવવા પાછળનો હેતુ સુરક્ષાદળો પર  હુમલો કરી વધુને વધુ નુકસાન પહોંચાડવાનો છે.

આ ઉપરાંત એવી પણ માહિતી બહાર આવી છે કે નકસલીઓએ ઓડિસામા પણ સુરક્ષાદળો પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે બીજી તરફ  સુરક્ષા વિભાગે તમામ નકસલગ્રસ્ત વિસ્તારમા તહેનાત સુરક્ષાદળોને એલર્ટ કરી દીધા હતા કે નકસલીઓ ઓડિસા અને છતીસગઢની સરહદ પર મોટો હુમલો કરી શકે તેમ છે તેથી વધુ નુકસાન થયુ ન હતુ. સુત્રોએ જણાવ્યુ કે નકસલીઓએ માત્ર છતીસગઢના દક્ષિણ વિસ્તારમા જ ટીસીઓસી ચલાવવા આયોજન કર્યુ ન હતુ પણ ઘણા વર્ષો બાદ આ વિસ્તારમા થઈ રહેલી ચૂટણીને ધ્યાનમા લઈને ઓડિસા અને બિહારમા સુરક્ષાદળો પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો.

(3:33 pm IST)