Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

'એરપોર્ટ ઓપરેશન'ની બીડમાં અદાણી પ એરપોર્ટમાં આગળ

લખનૌ, જયપુર, તિરૂવનંતપૂરમ, મેંગલુરૂ અને અમદાવાદની ઓફર સ્વીકારશે તો પ૦ વર્ષ માટે મેનેજમેન્ટ મળશે અદાણી ગ્રૃપને

નવી દિલ્હીઃ બંદરથી માંડીને ખાદ્યતેલ સુધીનો બીઝનેસ કરનાર અદાણી ગૃપ સરકાર દ્વારા છ એરપોર્ટના ખાનગીકરણમાંથી પાંચનો કારભાર સંભાળવા માટેની બીડમાં વિજેતા થયેલ છે. આ બીડમાં તેના હરીફોમાં જીએમઆર, એ એમપી કેપીટલ અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (એનઆઇઆઇએફ) જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ હતી.

અમદાવાદ સ્થિત આ ગૃપને લખનૌ, જયપુર, તીરૂવનંતપુરમ, મેગ્લુરૂ અને અમદાવાદ એરપોર્ટને અપગ્રેડ કરવાના અને ચલાવવાના હકકો જો તેમની ઓફર સ્વીકારાશે તો મળી શકશે. અદાણી ગૃપને આ પાંચ એરપોર્ટ પ૦ વર્ષ માટે મળશે. છઠા ગૌહાટી એરપોર્ટનું બીડ મંગળવારે ખુલવાનુ છે.

અદાણી એન્ટરપ્રાઇઝ રેવન્યુ ઓફર્ડ પર પેસેન્જરમાં સૌથી ભાગ આપનાર તરીકે બહાર આવ્યુ હતું. આ અંગે બીડ ભરનારાઓમાં આ ધંધાના બહારથી એવા જીએમઆર એરપોર્ટસ, ઓટોસ્ટ્રેડ ઇન્ડીયન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્રાઇવેટ લીમીટેડ, પીએનસી ઇન્ફ્રાટેક લીમીટેડ, એનઆઇઆઇએફ એન્ડ ઝુરીચ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજી, એ એમ પી કેપીટલ, આઇ-ઇન્વેસ્ટમેન્ટ લીમીટેડ, કે એસઆઇડીસી અને કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી કંપનીઓ હતી.

દિલ્હી અને મુંબઇ એરપોર્ટનું મેનેજમેન્ટ જીએસઆર અને જીવી કે કંપનીને ૨૦૦૪માં યુપીએ સરકાર દ્વારા અપાયુ હતુ. ૧૩ વર્ષ પછી કેન્દ્ર સરકારનો ખાનગીકરણનો આ પ્રથમ પ્રયાસ છે. હૈદરાબાદ અને બેંગલુરૂ જેવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ પણ લગભગ આ સમયગાળામાં જ અપાયા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં એરપોર્ટ ઓથોરીટી દ્વારા ચલાવાતા છ એરપોર્ટને પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ બેઝીસથી ચલાવવા માટેની પ્રપોઝલને મંજુરી આપી હતી અને ત્યારબાદ તેના માટે ૧૦ કંપનીઓ દ્વારા ૩૨ ટેકનીકલ બીડો જમા થયા હતા. અમદાવાદ અને જયપુર એરપોર્ટ માટે ૭-૭ બીડ, લખનૌ અને ગૌહાટી માટે ૬-૬ બીડ અને મેંગલુરૂ તીરૂવનંતપુરમ માટે ૩-૩ બીડ મળ્યા હતા.

એક ઓફીશ્યલ સ્ટેટમેન્ટમાં અદાણી ગૃપને આ એરપોર્ટો  માટે ઉંચા ભાવ ભરનાર તરીકે જાહેર કરાયા હતા પણ સરકારી સુત્રોએ કહ્યું કે વિજેતા અંગેની અંતિમ જાહેરાત કેન્દ્રિય કેબીનેટના કલીયરન્સ પછી કરાશે. આ એરપોર્ટો માટે મળેલ બીડ અંગેની એક કેબીનેટ નોટ ઉડ્ડયન મંત્રાલય તૈયાર કરશે. કેબીનેટમાંથી મંજુરી મળ્યા પછી તેની જાહેરાત કરવામાં એમ એ સરકારી અધિકારીએ નામ ન આપવાની શર્તે કહ્યું હતું.

(3:23 pm IST)