Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

છેલ્લા બે તબક્કાનો ચૂંટણી જંગ બનશે નિર્ણાયક

ગઇ ચૂંટણીમાં ૧૧૮માંથી ૮૯ બેઠકો મળી હતી એનડીએને યુપીમાં થનાર નુકસાનની ભરપાઇ પશ્ચિમ બંગાળમાં થવાની ભાજપાને છે આશા

નવી દિલ્હી, તા. ૧૮ : લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કાઓ ભાજપા અને વિપક્ષી દળો માટે અતયંત મહત્વપૂર્ણ છે. આ તબક્કામાં રહેલી ૧૧૮ બેઠકોમાંથી ૮૯ બેઠકો ગઇ ચૂંટણીમાં એનડીએના ફાળે ગઇ હતી. તેમાંથી પણ ૭૯ તો ખાલી ભાજપાને મળી હતી. આ વખતે વિપક્ષોએ આ બેઠકો પર તપરાપ મારવાની જોરદાર કોશિષો કરી છે. જયારે ભાજપાએ તેમને બચાવવાના પ્રયત્નો કરીને ઘટે તેટલી સીટો બીજેપી ભરપાઇ કરવાની તૈયારીઓ કરી છે.

 

આવતીકાલે થનારા અંતિમ તબક્કાના મતદાનમાં જે પ૯ બેઠકો પર ચૂંટણી થવાની છે, તેમાંથી ઉત્તર પ્રદેશની તેરે-તેર બેઠકો એનડીએને મળી હતી, જેમાંથી ૧ર બેઠક ભાજપાને અને એક તેના સાથી પક્ષને ફાળે ગઇ હતી. હિમાચલની બધી ૪, ચંદીગઢની ૧ અને પંજાબની બે બેઠકો ભાજપાને તથા ચાર બેઠકો સાથી પક્ષ અકાલી દળને, મધ્યપ્રદેશની બધી આઠ બેઠકો તથા ઝારખંડની ત્રણમાંથી એક ભાજપાએ જીતી હતી.

બિહારમાં જે આઠ બેઠકો પર આવતીકાલે મતદાન છે તેમાંથી ચાર ભાજપાને અને બે તેના ત્યારના સાથી પક્ષો આરએલસી અને એલજેપીએ મળી હતી પણ બંગાળની આઠે આઠ બેઠકો તૃણમૂલ કોંગ્રેસને ફાળે ગઇ હતી. છઠ્ઠા તબકાની પ૯ બેઠકોમાંથફી ૪૮ બેઠકો એનડીએને મળી હતી.

છેલ્લા તબક્કાનું મતદાન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે આ બે તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ભાજપા તૃણમૂલ સામે મજબૂતીથી ઉભો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપાને વધારે બેઠકો મળવાની ભાજપાને આશા છે. જો ભાજપાને યુપીમાં સપા-બસપા ગઠબંધનના કારણે નુકશાન થાય તો તેની ભરપાઇ પશ્ચિમ બંગાળમાંથી થવાની ભાજપાને આશા છે.

(11:38 am IST)