Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

૭ તબક્કાનો ચૂંટણી પ્રચાર

મુદ્દા પર નહિ મોદી પર કેન્દ્રીત રહ્યો

ભાજપે રાષ્ટ્રવાદનો મુદ્દો ચગાવ્યો : કોંગ્રેસના મુદ્દાઓ ફરતા રહ્યા

નવી દિલ્હી, તા. ૧૮ : આ વખતની ચૂંટણીનો પ્રચાર મોદીના પક્ષે કે વિરોધમાં ચાલ્યો. ગઇ ચૂંટણીની સરખામણીમાં ચૂંટણી પ્રચારના કેન્દ્રમાં મોદી વધારે રહ્યા. ર૦૧૪ની ચૂંટણીમાં લોકોમાં કોંગ્રેસ પ્રત્યે રોષ અને ભાજપા પ્રત્યે આકર્ષણ હતું.

પણ આ વખતે ભાજપા અને તેના ઉમેદવારો પ્રત્યે ઉદાસીનતા હોવા છતાં મોદીનું આકર્ષણ લોકોમાં રહ્યું હતું. સીએસડીએસના નિર્દેશક સંજયકુમારનું કહેવું છે કે ગઇ ચૂંટણીની તુલનામાં આ વખતે મોદી વધુ વાર કેન્દ્રમાં હતા અને તેના લીધે આ ચૂંટણી દર વખત કરતા અલગ દેખાઇ હતી. કાં તો મોદીની તરફેણમાં મત મંગાતા હતાં અથવા મોદીને હટાવવા માટે મૂળ મુદ્દાઓને ઇફોરીયાક્રિએટ કરવાનો પ્રયાસ કરાયો હતો.

જાણકારો અનુસાર, ર૦૧૪માં ભાજપા પાસે ઘણા બધા મુદ્દાઓ હતા. સ્વચ્છ સરકાર, બેરોજગારી દૂર થશે વગેરે , પણ આ વખતે ભાજપા કોઇ મજબૂત મુદ્દો લઇને નહોતી આવી. ચોકીદાર ચોર હે ના નારાથી બચવા ભ્રષ્ટાચારનો મુદ્દો સામે રાખીને રાજીવ ગાંધીથી માંડીને જવાહરલાલ નેહરૂ સુધી નામ પ્રચારમાં લવાયા. સાતે સાત તબક્કામાં પ્રચારમાં પાકિસ્તાન, બાલાકોટ, પુલવામાનો સૌથી વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો. વડાપ્રધાન મોદી અને ભાજપાએ રાષ્ટ્રવાદ ઉપર ભાર મૂકયો હતો. વચ્ચે વચ્ચે સ્થાનિક પક્ષોના નેતાઓની છબી પર પ્રહાર કરવાના પ્રયત્નો પણ કરાયા.

જાણકારોનું માનવામાં આવે તો આખી ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ભ્રમિત હોવાનું જણાવ્યું. કોંગ્રેસે બેરોજગારીથી શરૂ કર્યું, પછી નોટ બંધી પર ગયા અને જીએસટી પર અટકી ગયા. ચોકીદાર ચોર હે ના નારા સાથે રાફેલને લાવ્યા. પણ કોઇ મુદ્દાને દિશા આપી ન શકયા. તેમનો કોઇપણ મુદ્દો તેમના માટે ઉત્સાહ પેદા ન કરી શકયો. પછી એક પોઝીટીવ મુદ્દો ન્યાય પર કેન્દ્રીત કરવાનો પ્રયાસ કરાયો પણ તે ચાલ્યો નહીં.

જાણકારો અનુસાર આ ચૂંટણીમાં સંપૂર્ણ પ્રચાર અભિયાન નકારાત્મક જ રહ્યું હતું. કયાંય સકારાત્મક વાત જોવા જ નહોતી મળી કે અમે આવશું તો શું કરવું, ભાષાની ગરિમાને આ વખતે સૌથી વધારે નુકસાન પહોંચ્યું. બધી તરફથી મર્યાદાઓનો ભંગ થયો. વાસ્તવિક મુદ્દાઓ પરથી પ્રજાનું ધ્યાન હટાવવા અને પોતાના કાર્યકર્તાઓમાં જોશ ફુંકવા માટે આ પ્રકારની રણનીતિ અપનાવાઇ હતી.

સ્થાનિક પક્ષોએ મોદી હટાવો ઉપર જ પોતાનું પ્રચાર અભિયાન ચલાવ્યું. મોદી હટાઓ દેશ બચાો જેવા નારાઓ આપવામાં આવ્યા. આ જ થીમ પર વિપક્ષી એકતાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

(11:33 am IST)
  • દક્ષિણ આંદામાનનો દરિયો, દક્ષિણ બંગાળના અમુક ભાગો અને નિકોબારના ટાપુમાં પણ પ્રવેશ : ચોમાસુ આંદામાનના દરિયામાં બેસી ગયુ : હવામાન વિભાગે જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાનના દરિયામાં બેસી ગયુ છે : ચોમાસુ પવનો દક્ષિણ આંદામાનના દરિયામાં મજબૂત થયા : વાદળો તેમજ વરસાદ પણ વધ્યો : સાથે ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.નું એક અપરએર સાયકલોનીક સરકયુલેશન આંદામાનના દરિયામાં છે. જેથી આજે ૧૮ મેએ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાનના દરિયામાં, દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગમાં તેમજ નિકોબાર ટાપુમાં પ્રવેશ કર્યો છે. ચોમાસુરેખા શ્રીલંકાની દક્ષિણેથી શરૂ થઈ ૮૦ ડિગ્રી ઈસ્ટ અને શ્રીલંકાની દક્ષિણેથી ચાલુ થઈ અને ૧૩ ડિગ્રી નોર્થ અને ૯૯ ડિગ્રી ઈસ્ટ સુધી લંબાય છે. access_time 3:26 pm IST

  • રાજકોટમાં ૩૮.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : ધૂળની ડમરીઓ ઉડી રહી છે access_time 3:53 pm IST

  • આતંકવાદીઓ પાસેથી શ્રીનગર અને અવંતિપુરા એરબેઝનો નકશો મળ્યો :હાઇએલર્ટ :જમ્મુ કાશ્મીરના શ્રીનનગર અને અવંતિપુરા ઍરબેઝનો નકશો આતંકીઓ પાસેથી મળતા હાઇએલર્ટ કરાયું ; સુરક્ષાદળો સતર્કઃ ;સઘન પેટ્રોલિંગ access_time 1:02 am IST