Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમેરિકા સ્થિત 19 વર્ષિય કોલેજીયન યુવતીએ વર્જિનિટી વેચવા જાહેરાત કરી :ઈટાલીથી 18 કરોડની બોલી આવી

હરાજીમાંથી મળેલ પૈસાથી પરિવારના કેટલાક દુઃખી લોકોને મદદ કરવા ઈચ્છા

અમેરિકા સ્થિત 19 વર્ષની એક યુવતીએ પોતાની વર્જિનિટી વેચવા કાઢી છે મૂળ સ્પેનની અને લેટિન અમેરિકામાં રહેતી 19 વર્ષિય એલિશ હેશને પોતાની વર્જિનિટી વેચવાની જાહેરાત કરી છે,એલિશે એક વેબસાઇટ બનાવી જાહેરાત કરી હતી, વેબસાઇટમાં તેણીએ જણાવ્યું કે તમે બોલી લગાવો, જાહેરાત બાદ ઇટલીના એક બિઝનેસમેને 18 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

  એલિશે જણાવ્યું કે જાહેરાત બાદ તેને ઇટલીના એક બિઝનેસમેન તરફથી 18 કરોડ રૂપિયાની ઓફર પણ આવી છે. પોતાના નિર્ણય અંગે એલિશે જણાવ્યું કે મારા અત્યારસુધીના જીવનમાં મને સેક્સુઅલ અનુભવ નથી. અનુભવી પુરુષ પાસેથી મને ખૂબ સારો અનુભવ મળી શકે છે. એલિશે વધુમાં જણાવ્યું કે પૈસા મારા માટે ખૂબ મહત્વના છે, કારણ કે હું એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવું છું. મારા પરિવારમાં કેટલાક લોકો દુખી છે, હરરાજીમાંથી મળેલા પૈસાથી હું તેઓની મદદ કરવા ઇચ્છું છું.

   એલિશ પાર્ટ ટાઇમ મોડેલનું કામ કરે છે અને સ્પિનિશ સ્ટુડન્ટ છે. એલિશે જણાવ્યું કે હું પહેલાથી ભણવામાં હોશિયાર રહી છું, ભણવામાં ધ્યાન હોવાને કારણે હું છોકરાઓ તરફ ધ્યાન નહોતી આપતી. હવે હું યુવાન થઇ ગઇ છું, જો કે બોયફ્રેન્ડ શોધવાને બદલે મને વર્જિનિટી વેચવાનો નિર્ણય વધુ યોગ્ય લાગ્યો.

    એલિશે કહ્યું કે એક મહિના પહેલા ઇન્ટરનેટ પર યુવતીઓને ઓનલાઇન વર્જિનિટી વેચતી જોઇ હતી, ત્યારબાદ મને પણ વિચાર આવ્યું કે હું પણ આવું કરીશ, માટે મેં સંશોધન કર્યું કે યુવતીઓ કેવી રીતે વર્જિનિટી વેચે છે. ત્યારબાદ એલિશે પણ વેબસાઇટ પર જાહેરાત કરી, જાહેરાત બાદ એલિશને ત્રણ ઓફર મળી જેને તેના મેનેજરે જે એલિશની ખાસ મિત્ર પણ છે, ચકાસણી પણ કરી. જેમાં સૌથી વધુ ઇટલીના એક બિઝનેસમેનની હતી,

  એલિશે જણાવ્યું કે જેની પણ સાથે ડેટ પર તે જશે ત્યારે તેની મેનેજર એટલેકે તેની ખાસ મિત્ર પણ સાથે જશે જેથી તેને કમ્ફર્ટેબલ લાગે. એલિશને યુરોપમાં એસ્ટ્રોનોમીમાં વધુ શિક્ષણ મેળવવા માટે જવાનું સપનું છે, ખાસ કરીને સ્પેનમાં.

(1:06 am IST)