Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હવે જુના ફોટાને બનાવી શકાશે રંગીન :ગૂગલ લાવ્યું નવી ટેકનોલોજી

તમારા મિત્ર અથવા સંબંધીઓને ફોટોમાં ઓળખી જશે:ફોટાને શેર કરવા માત્ર ક્લિક જ કરવી પડશે

વિશ્વની ટોચની કંપની ગૂગલ પોતાની બધી પ્રોડક્ટને હાઈ-ટેક ટેકનોલોજીથી સજ્જ કરી રહી છે. ગૂગલની સૌથી મોટી ઈવેન્ટ I/02018 કોન્ફ્રન્સ કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂના શોરલાઈન એમ્ફીથિયેરમાં શરૂ થઈ છે. આ ડેવલપર્સ પર કેન્દ્રિત ગૂગલની સૌથી મોટી ઈવેન્ટ છે. આ ઈવેન્ટમાં ગૂગલના CEO સુંદર પિચાઈએ જણાવ્યું કે, આજકાલ યૂઝર્સ ફોટો ખેંચવાને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

  સુંદર પિચાઈએ જણાવ્યું કે, વર્તમાન આંકડાઓ અનુસાર પ્રતિદિવસે ગૂગલ પર 500 કરોડ તસવીરો જોવામાં આવે છે. લોકોની વધતી જરૂરતોને વધુ શાનદાર અનુભવને ધ્યાનમાં રાખીને ગૂગલે એઆઈ(આર્ટીફિશિયલ ટેકનોલોજી)નો ઉપયોગ કરીને ગૂગલ ફોટોમાં કેટલાક ફિચર્સ જોડ્યા છે.

   સજેસ્ટ એક્શન:

સજેસ્ટ એક્શન નામથી ગૂગલે આઆઈ ટેકનોલોજીની મદદથી ખાસ ફિચર્સ જોડ્યો છે. આ ફિચરમાં જો તમે ગેલરીમાં વર્તમાન ફોટોને જોઈ રહ્યાં છો, તો ગૂગલ તમારા મિત્ર અથવા સંબંધીઓને ફોટોમાં ઓળખી જશે. જેથી તે ફોટોને જો તમારે તમારા મિત્ર સાથે શેર કરવો છે તો તમારે માત્ર એક ક્લિક કરવાની રહેશે. ગૂગલનો આ ફિચર ફેસબુક ટેગિંગ ઓપ્શનથી મેળ ખાય છે. જેમાં ફેસબુક ફેસ રિગોનાઈઝ કરીને સજેશન આપે છે.

તે ઉપરાંત અંડરએક્સપોઝ ફોટોમાં બ્રાઈટનેસ એડજસ્ટ કરવું હોય અથવા કોઈ સાધારણ ડોક્યુમેન્ટને પીડીએપને કન્વર્ટ કરવું હોય, તો ગૂગલ ફોટોમાં રહેલ નવો એઆઈ ફિચર ખુબ જ કામ આવવાનું છે.

     કલર ચેન્જ :

ગૂગલ ફોટોઝમાં જોડવામાં આવેલ ટેકનોલોજીની મદદથી યૂઝર્સ સરળતાથી બેકગ્રાઉન્ડ ફોટોઝના કલરને ચેન્જ કરીને બ્લેક એન્ડ વાઈટ કલરમાં બદલી શકશે. આની સાથે જ ગૂગલ ફોટો્ઝમાં વધુ એક ફિચર્સ જોડવામા આવ્યું છે, જેનાથી બ્લેક અને વાઈટ ફોટોને સરળતાથી કલરમાં ફેરવી શકાશે.

(12:55 am IST)