Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમેરિકાના ટેક્સાસમાં સ્કૂલમાં ગોળીબાર ;આઠના મોત :સ્કૂલ બહાર હથિયારધારી જવાનો તૈનાત : બૉમ્બ સ્ક્વોડ પણ પહોંચી

 

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલી એક સ્કૂલમાં ગોળીબાર થયો છે મળતા અહેવાલ પ્રમાણે ગોળીબારમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.સ્કૂલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હ્યૂસ્ટનથી 64 કિમી દૂર આવેલી સાન્તા ફી હાઇ સ્કૂલમાં ગોળીબાર થયો છે.પોલીસે હાલ એક શખ્સની ધરપકડ કરી છે.

  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ક્લાસ શરૂ થયા ત્યારે શૂટર અંદર હતો અને તેણે ગોળીબાર શરૂ કરી દીધો હતો.જોકે, હજી સુધી જાણકારી મળી નથી કે ગોળીબાર કરનાર શખ્સ સ્કૂલનો વિદ્યાર્થી છે કે બહારથી આવ્યો હતો.

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ મામલે ટ્વીટ કરી ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી

હાલ સ્કૂલને ખાલી કરાવવામાં આવી છે અને હથિયારધારી જવાનોને સ્કૂલની બહાર તહેનાત કરી દેવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે બોમ્બ સ્કવૉડ પણ સ્કૂલમાં પહોંચી ગઈ છે.

(10:05 pm IST)