Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

બ્રિટનના રાજ પરિવારના લગ્નમાં ભારત તરફથી મેરી ધ ઇન્ડિયન બુલ નામનો આખલો ભેટમાં અપાશે

નવી દિલ્‍હીઃ બ્રિટનમાં યોજાનાર રાજવી પરિવારના લગ્નમાં ભારત તરફથી આખલો ભેટ આપવામાં આવશે.

મેરી- ધ ઇન્ડિયન બુલનામનો આ આખલો હાલ તો મહારાષ્ટ્રના એક અભ્યારણ્યમાં રહે છે. પ્રિંસ હેરી અને મેગનના સમ્માનમાં આ આખાલાને મેરીનામ આપવામાં આવ્યું છે. તેમના લગ્નમાં આ સૌથી અનોખી ભેટ હશે. તેમજ પ્રિન્સ હેરી અને મેગનનો પ્રાણી પ્રેમ જગજાહેર છે. પ્રાણીઓના અધિકાર માટે લડતી સંસ્થા પેટાએ આ આખલાને એડોપ્ટ કર્યો છે.

હાલ તો બ્રિટનમાં ખૂબ ઠંડી હોવાથી તેને લંડન મોકલી શકાય નહીં માટે તેની તસવીરને એક સુંદર ફ્રેમમાં મઢીને મોકલવામાં આવશે. પેટા ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું કેસંસ્થાને આ આખલો મરવાના વાંકે હોય તેવી સ્થિતિમાં મળ્યો હતો. જે બાદ સંસ્થા દ્વારા તેની પૂર્ણ દેખભાળ લેવામાં આવતા હવે તે ફરી હેલ્ધી અને હ્રષ્ટપુષ્ટ બની ગયો છે. આમ તો પ્રિન્સ હેરીને લગ્નમાં અનેક ભેટ સોગાત મળશે પણ આ એક અલગ જ ભેટ હશે.

અહેવાલનો અનુસાર પ્રિન્સ હેરી અને મેગન માર્કેલના આ ભવ્ય શાહી લગ્નમાં સ્પાઇસ ગર્લ્સ ગ્રુપની વિક્ટોરિયા બેકહામ, મેલ બી, મેલાની સી, એમ્મા બંટન અને જેરી હલીવેલ સામેલ થશે. આ લગ્નમાં લગભગ 600 જેટલા મહેમાનો અને અધિકારીઓને આમંત્રણ આપવામાં આવશે. બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાને પણ આ લગ્નનું આમંત્રણ મળ્યું છે. તમને નહીં ખબર હોય પરંતુ પ્રિયંકા મેગનની ખાસ બહેનપણી છે.

(6:24 pm IST)