Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

મધ્ય પ્રદેશના ભોપાલમાંથી નિવસ્‍ત્ર હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યોઃ પ્રાઇવેટ પાર્ટમાં બિયરની બોટલ અને સોફ્ટ ડ્રીંકનું ટીન મળતા ખળભળાટ

ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલમાંથી મહિલાની લાશ મળી આવ્યા બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાંથી બિયરની અને સોફ્ટ ડ્રીંકનું ટીન પણ મળી આવતા આ મહિલા સાથે કોઇઅે હેવાનિયતભર્યુ કૃત્ય આચર્યાનું માનવામાં આવે છે અને પોલીસ તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે તેમને મહિલાનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મહિલાનું મોત ત્રણ દિવસ પહેલા થઈ ચુક્યું હતું. શહેરના અશોકનગર ખાતે આવેલા મકાનમાં આ મહિલા એક વ્યક્તિ સાથે રહેતી હતી.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મહિલા સાથે બળાત્કાર થયાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત મહિલાના પ્રાઇવેટ પાર્ટમાંથી બિયરની બોટલ તેમજ સોફ્ટ ડ્રિંકનાં કેન મળી આવ્યા છે. મહિલાનું વધારે પ્રમાણમાં બ્લિડિંગ થવાને કારણે મોત થયું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરથી જાણી શકાય છે કે મહિલા સાથે કેવું હેવાનિયભર્યું કૃત્ય આચરવામાં આવ્યું હશે. મહિલાના માથા પર પણ ઈજાના નિશાન મળી આવ્યા છે, ડોક્ટર્સે એવી આશંકા વ્યક્ત કરી છે કે મહિલાનું માથું દીવાલ સાથે અથડાવવામાં આવ્યું હોઈ શકે છે.

પોલીસે ગુરુવારે મહિલા સાથે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે. તે ત્રણ દિવસથી ગુમ થઈ ગયો હતો. વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે મહિલા તેની ચોથી પત્ની હતી. તેની પ્રથમ બે પત્ની તેને છોડીને જતી રહી હતી, તેમજ ત્રીજી પત્નીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.

યુગલને નજીકથી જાણતા લોકોના જણાવ્યા પ્રમાણે મહિલા સાથે રહેતા વ્યક્તિને એવી આશંકા હતી કે તેની પત્નીનું તેના પાડોશમાં રહેતા એક વ્યક્તિ સાથે લફરું છે. પાડોશમાં રહેતી વ્યક્તિ પણ ત્રણ દિવસથી ગુમ છે.

પાડોશીઓને મહિલાના ઘરમાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હોવાની જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ અહીં આવી પહોંચી હતી. પોલીસે મહિલાના દરવાજો તોડ્યો ત્યારે ઘરમાંથી મહિલાનો કોહવાય ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે, ઉપરાંત પોલીસ ગુમ થઈ ગયેલા પાડોશીની પણ શોધખોળ કરી રહી છે.

(6:20 pm IST)