Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ઇ-સિમને મંજૂરી : સિમ બદલ્યા વિના જ નવુ કનેકશન

મુંબઇ તા. ૧૮ : હવે મોબાઇલ યુઝર્સે નવુ કનેકશ લેવા માટે દર વખતે નવુ સિમ કાર્ડ લેવાની જરૂર નહી પડે. તમે મોબાઇલ પોર્ટેબિલીટી દ્વારા પોતાનો નંબર કોઇપણ અન્ય ટેલિકોમ કંપનીમાં ટ્રાન્સફર કરાવી શકો છો તેથી તમારે સિમ બદલવાની જરૂર નહિ પડે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે એમ્બેડિડ સિમ એટેલે કે ઇ-સિમને મંજરી આપી દીધી છે. ઇ-સિમ ડિવાઇસમાં જ લાગશે. જેમાં સર્વિસ પ્રોવાઇડર નવુ કનેકશ લેતી વખતે જ ડિટેઇલ્સ અપડેટ કરી આપશે. આઉપરાંત જયારે ગ્રાહક સર્વિસ બદલશે તો નવી મોબાઇલ કંપની તે જ સિમને અપડેટ કરી દેશે અને બિમ બદલ્યા વિના જ ફોન ચાલૂ રહેશે.

આ ઉપરાંત હવે એક મોબાઇલ યુઝર ૧૮ મોબાઇલ કનેકશ લઇ શકશે. આ સંખ્યા અત્યાર સુધી ૯ હતી. ડોટે નવી ટેકનિક એમ્બેડેડ સબસ્ક્રાઇબર આઇડેન્ટીટી મોડ્યુલને મંજૂરી આપી દીધી છે. તે પછી સિંગલ અને મલ્ટીપલ પ્રોફાઇલ યૂઝ ધરાવતા સિમ લોન્ચ કરવામાં આવશે. ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ તેનો લાભ લઇ શકશે.

ટેલિકોમ વિભાગે આ ઇ-સિમના ઇન્ટરસેપ્શન અને મોનિટરિંગની જવાબદારી કંપનીઓ પર નાંખી છે. ઇ-સિમનો સૌપ્રથમ ઉપયોગ એપ્પલે શરૂ કર્યો હતો. એપ્પલે અમેરિકામાં આઇપેડ માટે ઇ-સિમનો ઉપયોગ કર્યો હતો.

(4:20 pm IST)