Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સોમવારે મોદી પુટીનને મળવા રશિયા જશે

સોચીના રીસોર્ટમાં બંન્ને સક્ષમ નેતા વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દે દ્રષ્ટિકોણની આપ-લે કરશે

નવી દિલ્હી, તા., ૧૮: નરેન્દ્ર મોદી ર૧મી તારીખે રશીયન પ્રમુખ વ્લાદીમીર પુટીનને મળવા રશીયાના સોચી દરીયા કાંઠા પર આવેલા  રિસોર્ટમાં પહોંચશે. વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દે બંન્ને સબળ નેતાઓ પોતાના દ્રષ્ટિકોણની આપ-લે કરશે. અમેરીકા, ઇરાન અને રશીયાના સંબંધો અને રશીયા સાથેની ભારતની સુરક્ષા સંબંધી  ગાંઠ વિષે આ બેઠક મહત્વની રહેશે.  તાજેતરમાં ચાઇનીઝ પ્રેસીેડેન્ટને નરેન્દ્ર મોદી મળ્યા બાદ વ્લાદીમીર પુટીનને મળી રહયા છે. ભારતને  આંતરરાષ્ટ્રીય પડકારો રશીયા અને ચાઇના સાથેની પોલીસી  વિષે ગંભીર બનાવી રહયા છે. દુનિયામાં સત્તાના સમીકરણો સતત બદલી રહયા છે ત્યારે આ ત્રણેય દેશોએ તેમનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. દુનિયામાં આ ત્રણેય દેશોએ પોતાનંુ વજન દેખાડવા નવેસરથી વિચારવું પડશે. ભારતને લાંબા સમયથી રશીયા સાથે સંબંધો રહયા છે. જીઓ પોલીટીકલ ફેરફારો વચ્ચે સંબંધો વધુ મજબુત બનાવવા બંન્ને નેતાઓ ચર્ચાઓ કરશે.  ભારત માટે રશીયાના ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો કેવા રહેશે? તે મહત્વનું છે. યુનાઇટેડ નેશનલ સિકયુરીટી કાઉન્સીલમાં મોસ્કોએ ઐતિહાસિક રીતે નવી દિલ્હીને કાશ્મીર મુદ્દે ટેકો આપ્યો હતો. આજે સાઉથ એશીયા માટેની મોસ્કોની પોલીસી પણ મોદી માટે મહત્વની બની રહેશે. (૪.૧૨)

 

(3:59 pm IST)