Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ટ્રમ્પે ગેરકાનૂની ટુરીસ્ટોને જાનવરો સાથે સરખાવ્યા

અમેરિકામાં માત્ર 'યોગ્યતા'ના ધોરણે પ્રવેશ અપાયઃ સ્પષ્ટ વાત : યુએસએના નબળા અને બેકાર કાયદાઓના પાપે આવું થાય છે

વોશીંગ્ટન તા.૧૮: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીઓને જાનવર સાથે સરખાવેલી છે અમેરીકાના પ્રવાસી કાયદાને બેકાર ગણાવતા તેમણે કહ્યું કે ''યોગ્યતા''ના આધાર પર લોકોને અમેરીકામાં શરણ આપવું જોઇએ. મેકસીકો અને કેલીફોર્નીયાના અધિકારીઓ પર નારાજગી જાહેર કરતા તેમણે અમેરીકાના નબળા પ્રવાસી કાયદાને મજબુત બનાવવા આહવાન કર્યુ.

ટ્રંપે વ્હાઇટ હાઉસમાં આયોજીત કોન્ફરન્સ દરમ્યાન કહ્યું કે આપણા દેશમાં કેટલાય લોકો આવી રહ્યા છે અથવા આવવાની કોશિષ કરી રહ્યા છે આપણે તેમાંથ ઘણાને રોકીએ છીએ. આ લોકો કેટલા ખરાબ છે તે તમે નહી માની શકો. તેઓ માણસ નહી પણ ''જાનવર'' છે આપણે તેમને પકડીને દેશની બહાર છોડી આવીએ છીએ તો તેઓ ફરીથી આવી જાય છે.

ટ્રંપે દેશમાં મોટી સંખ્યામાં આવતા ગેરકાયદે પ્રવાસીઓ માટે દેશના ''નકામા'' કાયદાને જવાબદાર ગણાવ્યો તેમણે કોંગ્રેસને વારંવાર અપીલ કરી છે કે મેકસીકો સીમા પરથી આવતા પ્રવાસીઓની સંખ્યા રોકવા કડક કાયદા બનાવે. કેલીફોર્નીયાના કાયદાઓ ગેરકાયદે પ્રવાસીઓ, ગુનેગારો,ડ્રગડીલરો અને હીંસક લુટારાઓને  સમાજમાં મુકત ફરવા દેવા માટે મજબૂર કરનારા છે.

ટ્રંપે કહ્યુ કે કેલીફોર્નીયાના કાયદા ધરતી પરના સૌથી બદનામ અને હીંસક ગણવી ''એમએસ-થર્ટીન'' જેવા અપરાધીઓને પણ શરણ આપે છે. જેનાથી નિર્દોષ પુરૂષ,મહીલાઓ અને બાળકોને આ નિર્દયી ગુનેહગારોનેર દયા ઉપર છોડી દેવાય છે તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે લોકોને તેમની યોગ્યતાના આધારે કાયદેસર રીતે જ અમેરીકામાં પ્રવેશ અપાય.

(3:38 pm IST)