Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કોંગ્રેસનો ભાજપને પડકાર : યેદિયુરપ્પા પાસે સંખ્યા હોય તો આજે જ બહુમત સાબિત કરે : સૂરજેવાલાના ધગધગતા આક્ષેપો

સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપને તક આપી રહ્યા છે તો બિહાર - ગોવા - મણિપુરમાં રાજીનામા આપે

નવી દિલ્હી તા. ૧૮ : કર્ણાટકમાં સરકારની રચના સાથે જોડાયેલ મામલાની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીનાં એક દિવસ પહેલા કોંગ્રેસે ગુરૂવારનાં રોજ ભાજપને પડકાર આપતાં કહ્યું કે, જો ભાજપની પાસે જાદુઈ આંકડો છે તો તે આજે જ વિધાનસભામાં બહુમત સાબિત કરીને બતાવે.

પાર્ટીનાં મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે અમિતભાઇ શાહ અને ભાજપ લોકતંત્ર અંગે પ્રવચન આપી રહ્યાં છે જયારે તેઓએ પોતે જ કર્ણાટકમાં લોકતંત્રનું ગળું દબાવી દીધું છે. અમે ભ્પ્ મોદી, ભાજપ અધ્યક્ષ શાહ અને યેદિયુરપ્પાને ખુલ્લેઆમ પડકાર ફેંકીએ છીએ કે હવે તમે આજે જ વિધાનસભામાં બહુમત સાબિત કરીને બતાવો.

સુરજેવાલાએ કહ્યું કે આપણાં દેશમાં એક જ બંધારણ અને એક જ કાયદો રહેશે. જો સૌથી મોટી પાર્ટીની તક ભાજપનાં લોકો આપી રહ્યાં છે તો સૌ પહેલાં બિહાર, ગોવા અને મણિપુરની સરકારોએ રાજીનામાં આપી દેવા જોઈએ. તેઓએ એવો આરોપ લગાવ્યો છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને થ્ઝ્રલ્દ્ગક્નત્ન ધારાસભ્યોને તોડવા માટે ભાજપ તમામ પ્રકારનાં નુસખાઓ અપનાવી રહી છે. પરંતુ તેઓને સફળતા નથી મળી રહી. જેથી તેઓ નિરાશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાને રાજયપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદનાં શપથ લેવડાવ્યાં છે. આગલી રાતે સુપ્રીમ કોર્ટે પણ યેદિયુરપ્પાનાં શપથ ગ્રહણ પર પ્રતિબંધ લગાવવાની ના કહી દીધી હતી.

રાજયપાલ વજુભાઈ વાળાએ બુધવારનાં રોજ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસ એ જ રાત્રે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

મહત્વનું છે કે રાજયમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી તો મળી નથી. જેને લઇને પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે વજુભાઈ વાળાની આલોચના કરતા કહ્યું કે વાળાએ ભાજપમાં પોતાનાં રાજકીય આકાઓની ઈચ્છાનું પાલન કરવામાં ભારતીય લોકતાંત્રિક રાજકારણનો નરસંહાર કર્યો છે. તેઓએ મીડિયાને એમ પણ કહ્યું કે રાજયપાલે જે રીતે ભાજપને સમય આપ્યો છે તે એક નિરાશાજનક બાબત છે.

(12:44 pm IST)