Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આજે પૂર્વ વડાપ્રધાનનો જન્મ દિન...

નરેન્દ્રભાઇ મોદીએ દેવગૌડાને અભિનંદન-શુભેચ્છા આપ્યા !

મોદીજીએ સવારમાં જ દેવગૌડાને ફોન કર્યો

નવી દિલ્હી, તા. ૧૮ : કર્ણાટકમાં ભાજપ સામે જેડીએસ-કોંગ્રેસનો બરાબરનો જંગ ચાલે છે. આ સંજોગોમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જેડીએસના સ્થાપક પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને ફોન કરીને અભિનંદન-શુભેચ્છા આપ્યા... આજે દેવગોૈડાનો ૮૪મો જન્મ દિન છે.

મોદીજીએ દેવગૌડાને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

(12:42 pm IST)