Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પાકિસ્તાનથી ખાંડ આયાત રોકી ના શકાય

નવી દિલ્હી, તા.૧૮: કેન્દ્રિય ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ગુરૂવારે પત્રકારોને કહ્યું કે હાલની આયાત નીતી પ્રમાણે ખાનગી કંપનીઓએ પાકીસ્તાનથી ખાંડ આયાત કરતા ન રોકી શકાય, ખરેખર તો પાકીસ્તાની ખાંડનો કોઇ પ્રશ્ન જ નથી. જયારે આપણે આયાત કરવાનું નકકી કરીએ ત્યારે કોઇ દેશ વિશે નથી વિચારતા. આ આયાત નીતિ આજની નહીં પણ વર્ષો પહેલાની બનેલ છે.

એમણે કહ્યું કે સરકાર આયાત નથી કરતી. અને ખાનગી કંપનીઓને આયાત કરવાનો અધિકાર છે. વધુમાં તેમણે કહ્યું કે પાકીસ્તાની આયાત બીલકુલ ઓછી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP એ મુંબઇમાં સોમવારે એક ગોદામમાં છાપો માર્યો હતો જેમાં પાકીસ્તાનથી મંગાવેલ ખાંડનો સંગ્રહ કરેલ હતો. જેના પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પ્રતિક્રિયા જાહેર કરી અને કોંગ્રેસ પણ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

પાસવાને કહ્યું કે ખાંડની આયાત રોકવા અને ઘરેલું ખાંડ ઉદ્યોગોને રાહત આપવા ખાંડ પરની આયાત જકાત સરકારે પ૦%થી વધારીને ૧૦૦% કરેલ છે. છતાં પણ કોઇ આયાત કરે તો આપણે શું કરી શકીએ? શું આપણે પાકીસ્તાની ખાંડની આયાત પર પ્રતિબંત લગાવવો? વિશ્વ વેપાર સંગઠન અનુસાર આયાત નિકાસ પર ૧૦૦% પ્રતિબંધ ના લગાવી શકાય.

(12:41 pm IST)