Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

લાલુને ૧૬-૧૬ બિમારીનો ભરડોઃ એક પછી એક બિમારીનોઙ્ગ ઇલાજ

થશે : કીડની માત્ર ૪૦ ટકા જ કામ કરે છે

પટણા : છ સપ્તાહ માટે જામીન પર છુટીને જેલ બહાર આવેલા લાલુ યાદવ હવે ઇલાજ કરાવશે. લાલુના નજીકના ગણાતા ભોલા યાાદવના કહેવા પ્રમાણે બધા રોગોના વારાફરતી ઇલાજ કરાશે, લાલુને ૧૬ જાતની બિમારી છે.

લાલુની કીડની ૪૦ ટકા જ કામ કરે છે. ઉપરાંત હૃદય રોગ સુગર, બેકપેન, ચક્કર જેવા અન્ય રોગ પણ છે જયાં સુધી બહારના ડોકટરોનો સમય નહીં મળે ત્યાં સુધી તેમનો ઇલાજ પટણામાં જ કરાશે. એશિયન હાર્ટ ઇન્સ્ટીટયુટ, મુંબઇના વિશેષજ્ઞ ડો. પાંડાનો સમય લઇને તેમની પાસે તપાસ કરાવવામાં આવશે.

લાલુ યાદવને જામીન ફકત ઇલાજ માટે જ મળેલ છે તેમની પહેલી જરૂરત ઇલાજ કરાવવાની છે. ૩ મેડીકલ ઇન્સ્ટીટયુટમાં ઇલાજ કરાવવાની જરૂર છે. કદાચ અદાલતમાં વધારે સમય જામીન મંજુર કરવા માંગ પણ કરાશે. (૯.૩)

(12:36 pm IST)