Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હવાઇ ભાડામાં તોતિંગ ૧૭ ટકાનો વધારોઃ વેકેશન યોજના પર પાણી ફરી વળ્યું: જેટ ઇંધણ ના ભાવ ૨૬ ટકા વધ્યા

નવી દિલ્હી તા.૧૮: વિમાન ઇંધણના ભાવમાં વધારો થવાને કારણે હવે હવાઇભાડા માટે તમારે વધારે ખર્ચ કરવો પડશે મે ૨૦૧૭ ના પ્રથમ ૧૫ દિવસના હવાઇભાડાની સરખામણીએ મે ૨૦૧૮ના પ્રથમ ૧પ દિવસમાં ભાડાંમાં ૧૭ ટકા સુધીનો વધારો થયો છે એમ Yatra. Com દ્વારા ઇકોનોમિક ટાઇમ્સ માટે કરવામાં આવેલા વિવિધ રૂટના ભાડાંના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું હતું.

ભાડાંમાં વધારો થવાથી માંગ પર તો અસર પડવાની સાથે સાથે એરલાઇન્સના લોડ ફેકટર (પ્રત્યેક ફલાઇટમાં ભરાતી કુલ સીટનું માપ) પણ ઘટવાનું શરૂ થઇ ગયું છે. ''મેના પ્રારંભથી જ મુખ્ય રૂટના સરેરાશ હવાઇભાડાંમાં વધારો શરૂ થઇ ગયો હતો. એપ્રિલ ૨૦૧૮ની સરખામણીએ ભાડાં ૧૫ ટકા વધ્યા છે, જયારે ગયા વર્ષના મેની સરખામણીએ તો ભાડાં ૧૭ ટકા સુધી વધ્યા છે.

આ વધારો ખાસ તો છેલ્લી ઘડીએ લેવામાં આવતી ટીકીટમાં જોવા મળે છે. ભાડાંમાં વધારો થવાનું કારણ મે મહિનાના પ્રારંભ થી જ એવિએશન ટર્બાઇન ફયુઅલ(ATF) માં થયેલો ૬.૩ ટકા વધારો છે તેમજ ઉનાળુ વેકેશન હોવાથી માંગ વધવાને કારણે પણ ભાડાં વધ્યા છે.'' એમ ભારતની બીજા ક્રમની ઓનલાઇન વેબસાઇટ Yatra.Com ચીફ ઓપરેટિંગ ઓફિસર (B2C) શરત ઢાલે જણાવ્યું હતું.

ઇન્ડિયન ઓઇલ કોર્પ(IOC) વેબસાઇટ પર મુકેલા જેટ ફયુઅલના ભાવ પ્રમાણે, દિલ્હીમાં મે'૧૭ માં રૂ. ૫૧,૬૯૬માં મળતુ એક કિલોમીટર ઇંઘણ મે' ૧૮માં રૂ. ૬૫,૩૪૦માં મળે છે, એટલે કે આ ઇંઘણનો ભાવ ૨૬.૪ ટકા વધ્યો છે. એપ્રિલ'૧૮માં જેટ ફયુઅલનો ભાવ રૂ. ૬૧,૪૫૦/કિલોમીટર હતો, જેની સરખામણીએ અત્યારે આ ભાવ ૬.૩ ટકા વધારે છે. જેટ ફયુઅલ પર લાગતા ટેકસના રેટ ઉંચા હોવાથી ભારતમાં કાર્યરત એરલાઇન કંપનીના કુલ ખર્ચમાં તેનો હિસ્સો ૫૦ ટકા જેટલો ઊંચો રહે છે.

ભારતના ડોમેસ્ટિક પેસેન્જરનો વૃધ્ધિદર વિશ્વમાં સોૈથી વધારે છે અને જેટ ઇંઘણના ભાવ વધવાથી હવાઇભાડાં વધવાથી સાથે સાથે આ વૃધ્ધિદર પર અસર પડવાની શરૂ થઇ ગઇ છે. એક ભારતીય એરલાઇનના સિનિયર એકિઝકયુટિવે જણાવ્યું હતું કે, ''ભાડાં વધ્યા છે, પરંતુ તેનાથી માંગ પર અસર પડી છે. અમાોર બિઝનેસ 'કોસ્ટ પ્લસ બિઝનેસ' નથી, એટલે અમે ખર્ચમાં થયેલો વધારો પ્રવાસીઓ પર નાખી શકતા નથી, છેલ્લા દિવસોમાં (પ્રવાસ તારીખના સાત દિવસ બાકી હોય ત્યારે) ખરીદવામાં આવતી ટીકીટના ભાવમાં આ વધારો આંખે ઊડીને વળગે છે. આથી, માંગ ઘટી રહી છે. ભાડાં વધવાને કારણે તમામ એરલાઇન્સના લોડમાં મે મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ઘટાડા તરફી ટ્રેન્ડ હતો.'' ઉડ્ડયન ઉદ્યોગના વિશ્લેષકો જણાવે છેકે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય એરલાઇન્સની નફાકારકતા પર અસર પડવાનું શરૂ થઇ ગયું છે.

(11:30 am IST)