Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવે લોકતાંત્રિક જનતા દળ (એલજેડી) નામની પાર્ટી બનાવી

દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં એલજેડીનું પ્રથમ રાષ્ટ્રીય સમ્મેલન

નવી દિલ્હી : જનતા દળ-યુનાઇટેડ (જેડીયુ),ના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે પોતાની પાર્ટીને લોન્ચ કરી છે 72 વર્ષીય શરદ યાદવએ લોકતાંત્રિક જનતા દળ (એલજેડી) નામથી નવી પાર્ટીની રચના કરી છે. એલજેડીનું પ્રથમ રાષ્ટ્રીય સમ્મેલન આજે દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં યોજાશે. આજે યોજાનારી કોન્ફરન્સમાં શરદ યાદવના સમર્થકો તેમના નિવાસસ્થાન પર એકઠા થઇ ગયા છે. JDU બળવાખોર નેતા અરુણ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાંથી 8,000 લોકો આવવાની આશા છે.

  આ વિશે શરદ યાદવે કહ્યું કે અમારી લડાઈ બંધારણની બચત માટે શરૂ થઈ છે. હવે અમારા લોકો નવા પક્ષ સાથે આગળ વધશે.

  શરદ યાદવે, આરજેડી નેતા તેજસ્વીનું સમર્થન કરતા કહ્યુ કે, બિહારમાં આરજેડીની પાર્ટી મોટી હોવાથી સરકાર રચવાની તક આપવી જોઇએ. તેણે કહ્યું કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુરમાં અલગ નીતિઓ અને બિહાર માટે અલગ, આ બેવડી નતી નહી ચાલે.

(12:37 pm IST)