Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમિતભાઈએ સોગઠાં ગોઠવી લીધા !:કર્ણાટકના 113 ધારાસભ્યોની યાદી તૈયાર ?

રાજ્યપાલને આ સમર્થનવાળી યાદી મોકલાશે ત્યારે અન્ય 09 ધારાસભ્ય કોણ આ બાબતે પડદો ઊંચકાશે

 

નવી દિલ્હી :કર્ણાટકમાં બહુમતી સાબિત કરવા ભાજપ તૈયારી કરી રહયો છે અને કાલે સુપ્રીમ કોર્ટમાં પણ યાદી મોકલવાની છે ત્યારે હાલમાં મળેલા અહેવાલ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે ભાજપને સમર્થન આપતા 113 ધારાસભ્યોની યાદી તૈયાર કરી લીધી છે. બીજેપીએ 104 ઉપરાંત 09 અન્ય સભ્યોના સમર્થન સાથે 113 સમર્થનવાળો પત્ર મોકલ્યો છે.જોકે  રાજ્યપાલને સમર્થનવાળી યાદી મોકલાશે ત્યારે અન્ય 09 ધારાસભ્ય કોણ કોણ છે તેના પરથી પડદો ઊંચકાશે

   કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યા બાદ તેમને વિધાનસભામાં 15 દિવસમાં બહુમત સાબિત કરવાનો છે.ભાજપ પાસે અત્યારે 104 ધારાસભ્યો છે, જે પાર્ટીની  ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. તેને બહુમત સાબિત કરવા માટે 9 ધારાસભ્યોની જરૂર છે. વચ્ચે કોંગ્રેસના બેલ્લારીથી ધારાસભ્ય આનંદ સિંહનો કોઈ પતો નથી.       

    કોંગ્રેસના દિગ્ગજ  નેતા ડીકે સુરેશે કહ્યું કે આનંદ સિંહને છોડીને તમામ ધારાસભ્યો અમારી સાથે છે, પરંતુ તેમનો કોઈ પતો નથી.એવું માનવામાં આવી રહ્યું છે કે,તે બીજેપીની સાથે જતા રહ્યાં છે. બીજીતરફ રોનેબેન્નુર સીટથી  જીતેલા અપક્ષ ધારાસભ્ય એન. શંકર પહેલાથી બીજેપીના કેમ્પમાં નજર આવી રહ્યાં છે.રાજનીતિક પંડિત તે આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે સંભવતઃ બંન્ને ધારાસભ્યો બીજેપીની પાસે જતા રહ્યાં છે

  સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગયા પછી હવે યેદિયુરપ્પાના વડપણમાં કર્ણાટકમાં બીજેપી સરકાર બની ગઈ છે. કર્ણાટકમાં ભારે રાજકીય હલચલ જામી છે ત્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને તુટવાથી બચાવવામાં લાગી ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય હાલમાં ઇગલટન (Eagleton Restort) રિસોર્ટમાં રોકાયેલા છે. કોંગ્રેસ અને જેડીએસ બંનેએ બીજેપી પર ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદી પર જોરદાર હુમલો કરીને આરોપ લગાવ્યો છે કે બહુમત મળ્યો હોવા છતાં રાજ્યમાં સરકાર બનાવવા બીજેપી ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે

(12:00 am IST)