Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પહેલી જૂનથી મલેશિયામાં જીએસટી હટાવવા નિર્ણય :ત્રણ વર્ષ પહેલા જ લાગુ કરાયો હતો

 

કુઆલાલુમ્મપુરઃ મલેશિયા છેલ્લો દેશ હતો જેણે ભારત પહેલા જીએસટીનો અમલ કર્યો હતો તેણે પહેલી જૂનથી જીએસટી રદ કરવા નિર્ણંય કર્યો છે મલેશિયા જીએસટીના અમલના ફક્ત ત્રણ વર્ષ બાદ તેને દૂર કરવા જઈ રહયો છે મલેશિયામાં રચાયેલી નવી સરકારે પહેલી જૂનથી જીએસટીને ઘટાડીને શૂન્ય સુધી લાવી દેવાની જાહેરાત કરી છે.

  પગલાંથી સાઉથઇસ્ટ એશિયન રાષ્ટ્રોમાં ખર્ચને પ્રોત્સાહન મળશે.નવા વડાપ્રધાન મહાથીર મોહમ્મદે જીવનશૈલીમાં વધતા જતા ખર્ચને નાથવા માટે તેમની ચૂંટણી ઝૂંબેશમાં ટકાના જીએસટીને રદ કરવાનું વચન આપ્યું હતું.

મલેશિયામાં જીએસટીનો એક દર છે જ્યારે ભારતમાં 0 ટકા, 5, 12, 18 અને 28 ટકા જેટલા સ્લેબ છે.મલેશિયન નાણાપ્રધાન મુજબ જીએસટી પહેલી જૂન શૂન્ય થઇ જશે અહેવાલ જણાવે છે. કે જેસટી દૂર કરવાથી મલેશિયાની ક્રેડિટ નેગેટીવ થશે કેમ તેના કારણે સરકારની ઘણી આવકોમાં ઘટાડો થશે અને દેશની રાજકોષીય ખાધમાં વધારો કરશે એમ રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું.

છેલ્લી સરકાર દ્વારા 2018માં જીએસટી મારફતે 43.8 અબજ રીંગીટ (11.05 અબજ ડોલર) એકત્ર કરવાનું આયોજન હતું, જે સરકારની કુલ આવકના આશરે 18 ટકા જેટલી થવા જાય છે. મલેશિયા જીએસટીની ગેરહાજરીમાં ખર્ચ પર નિયંત્રણ કરીને રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સક્ષમ બનશે એમ અહેવાલમાં મલેશિયન સરકારના વરિષ્ઠ સલાહકાર ઝેટી અખત્ર અઝીઝને ટાંકીને લખવામાં આવ્યું હતું.

(9:44 am IST)