Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

એપ્રિલમાં ભારતના કેપિટલ માર્કેટમાં પી-નોટ્સ દ્વારા રોકાણ ઘટીને નવ વર્ષના સૌથી નીચા સ્તરે

 

નવી દિલ્હી- ભારતના કેપિટલ માર્કેટમાં પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) મારફતે થતું રોકાણ ઘટીને એપ્રિલમાં 1 લાખ કરોડના સ્તરે સરક્યું હતું જે છેલ્લા 9 વર્ષનું સૌથી નિચલું સ્તર છે. પી-નોટ્સ રોકાણમાં એવા સમયે ઘટાડો નોંધાયો છે જ્યારે સેબીએ પી-નોટ મારફતે થતાં રોકાણમાં દુરપયોગને રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે.

  સેબીના ડેટા અનુસાર ભારતીય બજારમાં ઈક્વિટી, ઋણ, અને ડેટિવેટીવમાં પી-નોટ્સ રોકાણનું કુલ મુલ્ય ઘટીને એપ્રિલ મહિનામાં 1,00,245 કરોડના સ્તર પર પહોંચી ગયું છે. જે માર્ચના અંતમાં 1,06,403 કરોડ રહ્યું હતું. પહેલા આંકળો 1,06,760 કરોડ રૂપિયા હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, પી-નોટ્સ ભારતમાં રજિસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPI) દ્વારા તેમના એવા વિદેશી ગ્રાહકોને જારી કરવામાં આવે છે, જે ભારતમાં રોકાણ કરવા ઈચ્છે છે પરંતુ અહીં રજિસ્ટ્રેશન કરવવા ઈચ્છતા નથી 

ગત મહિને કરેલા થયેલા કુલ રોકાણમાંથી ઈક્વિટીમાં પી-નોટ્સનું હોલ્ડિંગ 72,321 કરોડનું હતું. જ્યારે બાકીનું રોકાણ ડેટ અને ડિરિવેટીવ્સમાં હતું. પી-નોટ્સ મારફતે થયેલા રોકાણમાં ગત વર્ષે જૂન પછી ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. અને સપ્ટેમ્બરમાં રોકાણ 8 વર્ષના નિચલા સ્તર પર પહોંચી ગયું હતું

(12:00 am IST)