News of Thursday, 17th May 2018

હવે કોચિંગ સેન્ટર્સમાં ભણવાનું થશે મોંઘું;લાગશે 18 ટકા જીએસટી

પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ટ્યૂશન કે કોચિંગ ક્લાસની સેવાઓ પર કુલ 18 ટકા જીએસટી લાગશે

નવી દિલ્હી: હવે કોચિંગ સેન્ટરમાં ભણવાનું મોંઘુ થશે જીએસટી લાગતા ભારણ વધશે વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રવેશ પરીક્ષાઓ માટે તૈયારી કરાવવા માટે ટયૂશન સેવા આપતા કોચિંગ સેન્ટર્સ પર 18 ટકા જીએસટી લાગશે. ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (એએઆર) લાગુ કર્યું છે. એએઆરની મહારાષ્ટ્ર પીઠ સામે અંગે એક અપીલ કરી સ્પષ્ટ કરવા આગ્રહ કરાયો હતો કે પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરાવી રહેલા કોચિંગ ક્લાસ પણ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી) અંતર્ગત આવે છે.

   એએઆરએ મામલે જોગવાઈ કરતા કહ્યું કે, ‘ મામલે કોચિંગ સેન્ટર દ્વારા આપવામાં આવતી સેવા પર સીજીએસટી કાયદા અંતર્ગત 9 ટકાના દરથી અને એસજીએસટી કાયદા અંતર્ગત 9 ટકાના દરે ટેક્સ લાગશે.’

   પ્રકારની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ટ્યૂશન કે કોચિંગ ક્લાસની સેવાઓ પર કુલ મળીને 18 ટકા જીએસટી લાગશે. મામલો એક સંસ્થાસિંપલ શુક્લા ટ્યૂટોરિયલ્સસાથે જોડાયેલો છે, જે 11મા અને 12 ધોરણના વિદ્યાર્થીઓને ટ્યૂશન સેવા આપે છે અને વિદ્યાર્થીઓને એમબીએસની એક્ઝામની તૈયારી કરવામાં મદદ કરે છે.

   અરજી કરનારે તર્ક આપ્યો હતો કે, કોચિંગ સંસ્થાઓ પણ શિક્ષણ સંસ્થા છે, એટલે તેને જીએસટીમાંથી મુક્તિ મળે છે. જીએસટી અંતર્ગત શિક્ષણ સંસ્થાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ સ્ટાફને અપાતી સેવાઓને કરમાંથી મુક્તિ અપાઈ છે. જોકે, કાયદામાં શિક્ષણ સંસ્થાઓ માટે નિશ્વિત વ્યાખ્યા છે. પહેલા કોચિંગ સેન્ટર પર 15 ટકા સર્વિસ ટેક્સ લાગતો હતો.

(12:43 am IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • ભાવનગર : માલધારી સોસાયટીમાં રહેતા કરશનભાઈ નામના શખ્સ પર અજાણ્યા શખ્શોએ તિક્ષ્ણ હથીયાર વડે, ઘોઘારોડ પર કર્યો હુમલો : શીતળા માતાજી ના મંદિર નજીક અજાણ્યા શખ્શોએ કરશનભાઈ પર હુમલો કરી માથા ગંભીર ઇજા પહોંચાડીને હાથ નો અંગુઠો કાપી નાખ્યો : કરશનભાઈને ગંભીર હાલતે સર ટી હોસ્પિટલ ખસેડાયા : હુમલાખોરો ફરાર access_time 4:33 pm IST

  • ઉદાર દિલનો ‘ભાઈજાન’ પ્રતિયોગી મહિલાની મદદ માટે આવ્યો આગળ:દસ કે દમ ના શૂટિંગ વેળાએ એક મહિલા પ્રતિયોગી સલમાન ખાનને પોતાની મુશ્કેલીઓ વિશે જણાવતા ઈમોશનલ બની બેભાન થઈને પડી ગઈ:સલમાન તરત જ તેની મદદ માટે આગળ આવ્યો:ટ્રીટમેન્ટ અપવવા ઉપરાંત સલમાને તેની આર્થિક મદદ પણ કરી:મહિલા ખૂબ જ મોટી આર્થિક પરેશાનીમાં હતી. તેના કારણે તે પોતાના બાળકોને ભણાવી પણ નહોતી શકતી access_time 2:03 am IST