News of Thursday, 17th May 2018

કાલે દેશભરમાં કોંગ્રેસના દેખાવો :લોકશાહી બચાવો દિવસ મનાવાશે

તમામ રાજ્યોના પાટનગર-જિલ્લા મુખ્યાલયો ખાતે વિરોધ-પ્રદર્શન :કોંગી વડાઓ ગવર્નરને આવેદન પાઠવશે

 

નવી દિલ્હી :કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પાને રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાનું આમંત્રણ આપ્યું એના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આવતીકાલ, 18 મેના શુક્રવારે દેશભરમાં 'લોકશાહી બચાવો દિવસ' મનાવશે.

   કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ શુક્રવારે તમામ રાજ્યોના પાટનગર શહેરો તથા જિલ્લા મુખ્યાલયો ખાતે વિરોધ-દેખાવો યોજશે.

    તમામ રાજ્યોના કોંગ્રેસી વડાઓને શુક્રવારે પત્રકારો પરિષદો યોજવા અને પોતપોતાના રાજ્યના ગવર્નરોને આવેદનપત્ર આપવાની સૂચના અપાઈ છે આવેદનપત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિનંતી કરવામાં આવશે કે તેઓ લોકતાંત્રિક સિદ્ધાંતો તથા બંધારણની પવિત્રતાનું રક્ષણ કરે.

    પક્ષના તમામ રાજ્ય એકમોને લખેલા પત્રમાં કોંગ્રેસના મહામંત્રી અશોક ગેહલોતે જણાવ્યું છે કે કોંગ્રેસે જનતા દળ-સેક્યૂલરની સાથે મળીને કર્ણાટકના વિધાનસભ્યોના નામોની એક યાદી સુપરત કરી હતી જેમાં આ ગઠબંધનની સરકારની રચવા કરવા માટે આવશ્યક કરતાં વધારે સંખ્યા છે.તેમ  છતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપીને એમના હોદ્દાના મોભાને ઉતારી પાડ્યો છે. એમણે ગેરબંધારણીય રીતે પગલું ભર્યું છે, એમ ગેહલોતે કહ્યું છે

(12:03 am IST)
  • કર્ણાટક વિધાનસભાનું સવારે 11 વાગ્યે વિશેષ સત્ર બોલાવાયું : બહુમત પરીક્ષણ પહેલા આજે રાત્રે 9 વાગ્યે ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની મિટિંગ : બેંગ્લુરુના શાંગરી - લા હોટલમાં રાત્રે 9 વાગ્યે ભાજપના ધારાસભ્યોની મિટિંગ access_time 8:44 pm IST

  • કર્ણાટકમાં બહુમતી મેળવવા રાજકીય આટાપાટા શરુ :જેડીએસના બે ધારાસભ્યોને ભાજપે હાઇજેક કર્યા: કુમારસ્વામીનો આક્ષેપ :કોંગ્રેસે પણ સ્વીકર્યું કે તેનો એક ધારાસભ્ય સાથે નથી :કુમારસ્વામીએ કહ્યું કે જેડીએસ અને કોંગ્રેસના સંયુક્ત રીતે 118 ધારાસભ્યોની યાદી રાજ્યપાલને આપી છે અમારી પાસે સરકાર બનાવવા પૂરતી સંખ્યા છે access_time 11:47 pm IST

  • સુપ્રિમ કોર્ટ યેદિયુરપ્પા સરકારને બે-ત્રણ દિવસમાં બહુમતી સાબિત કરવા આદેશ આપે તેવી સંભાવનાઃ કાનૂન નિષ્ણાંતો કહે છે, ગોવા ઝારખંડમાં આવુ બન્યુ હતું access_time 12:25 pm IST