Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ભારતના હોર્સ ટ્રેડીંગની શરૂઆત ૧૯૬૭થી થયેલઃ જાણો રસપ્રદ વિગતો

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય રાજનીતિમાં હોર્સ ટ્રેડિંગ શબ્દના પ્રયોગનું પ્રમાણ વધ્યું છે ત્યારે હોર્સ ટ્રેડિંગ અેટલે શું ? તેની શરૂઆત ભારતીય રાજનીતિમાં ક્યારથી થઇ છે તે અંગેની કેટલીક રસપ્રદ વિગતો અહીં આપવામાં આવી છે.

હોર્સ ટ્રેડિગનો શાબ્દિક અર્થ છે 'ઘોડાનું વેચાણ', પરંતુ ચૂંટણીમાં ઘોડાનું શું કામ? આ શબ્દ એક મુહાવરા જેવો બની ગયો છે જેનો અર્થ કેમ્બ્રિજ ડિક્શનરી પ્રમાણે આ છે. 'અનૌચારિક વાતચીત જેમાં કોઇપણ બે પાર્ટીઓના લોકો વચ્ચે એવી સમજૂતી થાય છે કે જેમાં બંન્નેને ફાયદો થાય.'

જ્યારે એક પાર્ટી વિપક્ષમાં બેઠેલા કેટલાક સભ્યોને લાભની લાલચ આપીને પોતાનામાં મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યાં આ લાલચ પદ, પૈસા કે પ્રતિષ્ઠાની હોય શકે છે. આ રીતની ધારાસભ્યોની ખરીદીને પોલિટિક્સની ભાષામાં હોર્સ ટ્રેડિંગ કહેવામાં આવે છે.

આવું તેવી સ્થિતિમાં થાય છે જ્યારે કોઇપણ એક પાર્ટીને સરકાર બનાવવા માટે બહુમતી ન મળે અને તેને બહૂમતી મેળવવા માટે મદદ જોઇતી હોય. આવી સ્થિતિને પોતાની તરફ વાળવા માટે દરેક પાર્ટીઓ પ્રયત્નો કરે છે બીજા દળના અને અપક્ષોના ધારાસભ્યો તેમની તરફ આવી જાય. કેટલાક લોકો તેને ચાણક્ય-નીતિ કહે છે અને રાજનીતિનો મહત્વનો ભાગ માને છે.

કર્ણાટકની આ ચૂંટણીમાં આ શબ્દ કોંગ્રેસે બીજેપી માટે વાપર્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે બીજેપી હવે પોતાના માણસોને લેવા માટે ગંદી રાજનીતિ રમી રહ્યું છે. અત્યારે બીજેપીના યેદિયુરપ્પાએ સીએમ તરીકેની શપથ લીધી છે પરંતુ તેમને કોઇપણ રીતે બહુમતી સાબિત કરવી પડશે. આ જ કારણ છે કે બીજેપી જોડતોડમાં લાગી છે.

માનવામાં આવે છે કે ભારતની રાજનીતિમાં આ શબ્દ અને સંદર્ભનો પ્રયોગ 1967થી થતો આવ્યો છે. 1967ની ચૂંટણીઓમાં હરિયાણાના ધારાસભ્ય ગયા રામે 15 દિવસોમાં જ ત્રણવાર પાર્ટી બદલી હતી. છેલ્લે જ્યારે ત્રીજી વખત પરત કોંગ્રેસમાં આવ્યાં હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ગયા રામ હવે આયા રામ બન્યા છે.

દળ બદલીને રોકવા માટે કાયદો પણ બનાવવામાં આવ્યો હતો. 1985માં રાજીવ ગાંધીએ સંવિધાનના 52માં સંશોધનમાં આ માટે એક કાયદો બનાવવામાં આવ્યો હતો. જેના હિસાબે ધારાસભ્યને પાર્ટીની બહાર નીકાળવામાં આવે છે.

(5:53 pm IST)