Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

દેશમાં કોરોનાની ભયાનક સ્પીડ :તમામ રેકોર્ડ તોડ્યા : નવા 2,71 લાખથી વધુ નવા કેસ : કુલ કેસની સંખ્યા 1.50 કરોડને પાર પહોંચી :19,21 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 1570 દર્દીના મોત :1,428 લાખથી વધુ રેકોર્ડબ્રેક દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 68,631 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 30,566 કેસ, દિલ્હીમાં 25,462 કેસ , કર્ણાટકમાં 19,067 કેસ, કેરળમાં 18,257 કેસ, છત્તીસગઢમાં 12,345 કેસ, મધ્યપ્રદેશમાં 12,247 કેસ, રાજસ્થાનમાં 10,514 કેસ, ગુજરાતમાં 10,340 કેસ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 8,000થી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.71,204 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1570 લોકોના મોત નિપજ્યા છે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.71,204 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,50,54,027 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 19,21 લાખને  પાર  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 1,42,150 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે 1.29,47,297 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 68,631 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 30,566 કેસ, દિલ્હીમાં 25,462 કેસ , કર્ણાટકમાં 19,067 કેસ, કેરળમાં 18,257 કેસ, છત્તીસગઢમાં 12,345 કેસ, મધ્યપ્રદેશમાં 12,247 કેસ, રાજસ્થાનમાં 10,514 કેસ, ગુજરાતમાં 10,340 કેસ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 8,000થી વધુ કેસ નોંધાયા

 

(11:43 pm IST)
  • ઈરાનમાં જોરદાર ભૂકંપ : US ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર 5.8 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભુકંપ ઈરાનના બંદર-એ ગણેવેહમાં આવ્યો છે. access_time 9:05 pm IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણે જોર પકડ્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 683 અને ગ્રામ્યના 128 કેસ સાથે કુલ અધધધ 811 ઓલટાઇમહાઈ નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો બન્યા નોંધારા access_time 7:33 pm IST

  • સુરેન્દ્રનગરના લીંબડીમાં સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન: આજથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન : વેપારીઓ દ્વારા વધુ સાત દિવસનું લોકડાઉન અપાયુ :કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય access_time 6:29 pm IST