Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

હવે ઑક્સિજનની કમીથી નહીં રૂંધાઇ કોઈના શ્વાસ! :દેશમાં 162 ઑક્સિજન પ્લાન્ટ સ્થપાશે: કેન્દ્ર સરકારની મંજૂરી

નવા ઑક્સિજન પ્લાન્ટની મદદથી કુલ 254.19 મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજનનું ઉત્પાદન શક્ય બનશે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાને પગલે સ્વાસ્થ વ્યવસ્થા પણ કથળતી જઈ રહી છે. દેશભરની હોસ્પિટલોમાં બેડ, વેન્ટીલેટર અને કોરોનાની સારવારમાં રામબાણ મનાતી રેમડેસિવિર અને ઑક્સિજનની ભારે અછત સર્જાઈ રહી છે. જેના કારણે મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે દેશની હોસ્પિટલોમાં 162 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી દીધી  છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 162 ઑક્સિજન પ્લાનમાંથીથી 33 પહેલા જ સ્થાપવામાં આવી ચૂક્યા છે. જેમાંથી મધ્ય પ્રદેશમાં 5, હિમાચલ પ્રદેશમાં 4, ચંદીગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં 3-3 અને બિહાર, કર્ણાટક અને તમિલનાડુમાં બે-બે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. આ સિવાય આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પોંડિચેરી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં એક-એક પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાજ્યોમાં મેડિકલ ઑક્સિજનની માંગ સતત કરવામાં આવી રહી હતી. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સામેલ છે.

આ નવા ઑક્સિજન પ્લાન્ટની મદદથી કુલ 254.19 મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજનનું ઉત્પાદન શક્ય બનશે. જેનાથી કોરોના જેવી મહામારીનો સામનો કરી રહેલા લોકોની સારવારમાં ખૂબ જ મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે જ વડાપ્રધાન મોદીએ કોરોના સ્થિતિ પર સમીક્ષા બેઠક કરીને ઑક્સિજનની કમી સહિત બેડની સંખ્યા વધારવા સંદર્ભે અધિકારીઓને તાકીદ કરી હ

(5:37 pm IST)
  • ૬૩ હજાર કેસો સાથે મહારાષ્ટ્ર દેશમાં કોરોના કેસમાં સતત પ્રથમ નંબરે: ઉત્તર પ્રદેશ ૨૭ હજાર અને દિલ્હી ૧૯ હજાર કેસ સાથે મોખરે રહેલ છે: પુણે ૧૧ હજાર અને મુંબઈ ૮૮૨૫: ગુજરાતમાં ૯ હજાર એ આંક પહોંચવા આવ્યો: એમપી ૧૧ હજાર, કર્ણાટક ૧૪ હજાર અને છત્તીસગઢ ૧૫ હજાર કેસ સાથે હાહાકાર મચાવે છે access_time 5:55 pm IST

  • અમરેલીમાં રપ એપ્રિલ સુધી બપોરે ૩ વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવા વેપારી એસો.નો સ્વયંભૂ નિર્ણય આવશ્યક ચીજવસ્તુની દુકાનો માટે પણ સમય નકકી કરાયો access_time 1:06 pm IST

  • રાજકોટના સાંસદ મોહન કુંડારીયાની રાજકોટ જીલ્લાને વધુ એમ્બ્યુલન્સ (૧૦૮) ફાળવવા માંગણી : જિલ્લા આયોજન મંડળના અધિકારીને પાઠવ્યો પત્ર access_time 2:23 pm IST