Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

બિહારમાં પણ કોરોનાના કેસો વધતા હાહાકાર : પટણામાં ઓક્સિજનની અછતથી અધિક્ષકે પદમુક્ત થવા બિહારના પ્રધાન સચિવને અપીલ કરી

પટણા: બિહારમાં પણ કોરોનાના કેસો વધતા હાહાકાર વધી રહ્યો છેઆરજેડી નેતા તેજસ્વી યાદવે એક લેટર ટ્વિટ કર્યું છે. લેટર વિશે તેજસ્વીએ દાવો કર્યો છે કે, તેઓ NMCH હોસ્પિટલ, પટણાના અધિક્ષકે ઓક્સિજનની અછતને લઈને પોતાની જવાબદારીઓમાંથી મુક્ત કરવાની અપીલ કરી છે.

તેજસ્વીએ ટ્વિટ કરતાં લખ્યું છે, “ છે નીતિશ કુમારનો મૃગજળ સમાન વિકાસ. NMCH હોસ્પિટલ, પટણાના અધીક્ષકે ઓક્સિજનની અછતને લઈને પોતાના કાર્યાભારમાંથી મુક્ત થવાનો અનુરોધ કર્યો છે. તમે માત્ર સ્થિતિની કલ્પના કરો. 16 વર્ષોથી મુખ્યમંત્રીને પ્રશ્ન-જવાબ કરી શકતાનથી. તેઓ 16 શું, 1600 વર્ષ પણ સીએમ રહેશે તો પણ પોતાની ભૂલ માનશે નહીં.”

બિહારના પ્રધાન સચિવને લખેલા કથિત પત્રમાં NMCHના અધીક્ષક વિનોદ કુમાર સિંહ લખે છે, “મારા અથાગ પ્રયત્નો છતાં ઓક્સિજનની પૂર્તિમાં અવરોધ આવી રહ્યાં છે. જેનાથી ડઝન બંધ દર્દીઓના જીવ જવાની સંભાવના બનેલી રહે છે. મને આશંકા છે કે ઓક્સિજનની અછતથી દર્દીઓના મોત પછી તેની બધી જવાબદારી અધીક્ષક, નાલંકા ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલ પટના પર આરોપ નાંખીને કાર્યવાહી કરવામાં આવશે. તેથી મને મેડિકલ કોલેજના અતિરિક્ત પ્રભારથી તત્કાલ મુક્ત કરી દેવામાં આવે. તેના માટે હું તમારો આજીવન આભારી રહીશ.”

(3:31 pm IST)