Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

લખનઉમાં પરિજનો કોરોના સંક્રમિત બોડીને જગ્યા ના મળતા શ્મશાનની બહાર છોડીને જતાં રહ્યાં: જે પછી રાત્રે 12 વાગે સફાઈ કર્મચારીઓએ શબનું અંતિમ સંસ્કાર કર્યું

લખનઉમાં ફેલાયેલા કોરોના સંક્રમણ પછી મૃતદેહનું અંતિમ સંસ્કાર કરવા માટે શ્મશાન ઘાટમાં પરિજનોને મુશ્કેલીઓના સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન લખનઉમાં એક એવી ઘટના જોવા મળી છે, જેમાં પરિજનો કોરોના સંક્રમિત બોડીને જગ્યા ના મળતા શ્મશાનની બહાર છોડીને જતાં રહ્યાં. જે પછી રાત્રે 12 વાગે સફાઈ કર્મચારીઓએ શબનું અંતિમ સંસ્કાર કર્યું.

જાણકારી અનુસાર લખનઉના આલમબાગ વિસ્તારમાં આવેલ શવદાહ ગૃહ પર કોવિડ પોઝિટીવ બોડીને સળગાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે, જ્યાં લગભગ 60 બોડીની આસપાસ પ્રતિદિવસ સળગાવવામાં આવી રહી છે. લોકોને શ્મશાનઘાટ પર મૃતદેહ સળગાવવા માટે રાહ જોવી પડી રહી છે. આવી પરિસ્થિતિમાં પરિજનો બોડીને શ્મશાન ઘાટ બહાર રાખીને પરત જઈ રહ્યાં છે.

અંતિમ સંસ્કાર કરનાર નીતિન પંડિતે જણાવ્યું કે, સાંજના સમયે ગોરખપુરથી કેટલાક લોકો કોરોના સંક્રમણ બોડીનું અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યા હતા, તે સમયે અહીં જગ્યા હાજર નહતી. તેથી તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું. પરંતુ સાંજે દેખ્યું તો શ્મશાન ઘાટના દરવાજા ઉપર બોડી રાખેલી હતી અને પરિજનો નહતા. ઘણી વાર સુધી રાહ જોવામાં આવી પરંતુ કોઈ આવ્યું નહીં. તેથી મોડી રાત્રે લગભગ 12 વાગે સફાઈ કર્મચારીઓ સાથે મળીને બોડીનું અંતિમ સંસ્કાર કરાવી દીધું.

(3:30 pm IST)