Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

પોંઝી સ્કીમના ઓઠા હેઠળ ઉતરપ્રદેશના પ૦૦ કરોડની છેતરપીંડી કરી ફરાર થયેલા મુખ્ય સંચાલક આરોપીનું આરોપીનું કોરનાથી મોત : કંપનીના ઓનર કિશનસિંહ રાણા સામે આઇપીસી કલમ ૪ર૦-૪૦૬ હેઠળ ૪૬ ફરીયાદો થયેલી

નવી દિલ્હી : લોકોને અંદાજિત 500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનારા પોંઝી સ્કીમના મુખિયા અને કલ્પતરુ ગ્રુપ ઑફ કંપનીઝના ઑનર જય કિશન સિંહ રાણાનુ કોરોનાના કારણે મોત થયું છે.

રાણા અંદાજિત 50 ચિટ ફંડ અને રિયલ એસ્ટેટ કેસમાં વોન્ટેડ હતો. પોલીસ 2016થી રાણાની શોધખોળ કરી રહી હતી. 54 વર્ષના રાણાનું શુક્રવાર રાત્રે મથુરાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાથી મોત થયું છે.

હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવાર સવારે રાણાને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને 1 વાગ્યે તેમનું મોત થઇ ગયું. એક ડૉક્ટરે કહ્યું કે, તેને જ્યારે હોસ્પિટલ લવાયો હતો ત્યારે તેની સ્થિતિ નાજૂક હતી. તેને જેકેસિંહ નામની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મથુરાના SSP ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે, રાણા વિરૂદ્ધ IPCની કલમ 420 અને 406 હેઠળ 46 ફરિયાદ દાખલ છે.

અનેક લોકોના રાણાના પ્રોજેક્ટમાં પૈસા લાગેલા હતા અને તેના બદલામાં કંપનીએ તેમને જમીન અને ફ્લેટ આપવાનું વચન આપ્યું હતું. રાણાનું નેટવર્ક પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું.

(12:56 pm IST)