Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

રાયપુરની હોસ્પિટલમાં આગ લાગતા પાંચ લોકોના મોત થયા : આઇસીયુ માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું બહાર આવ્યું

રાયપુર પચપેડી નાકા પાસે સ્થિત રાજધાની હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર છે. જાણકારી અનુસાર ઘટનામાં પાંચ લોકોના મોત થઈ ગયા છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દી પણ દાખલ હતી. અહીં લગભગ 50 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આઈસીયૂમાં શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

દર્દીઓને બીજી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત આગ લાગવાથી થયું છે, જ્યારે અન્ય દર્દીઓના મૃત્યુ ઓક્સિજનનો પૂરવઠો રોકાઇ જવાના કારણે થયા છે. પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં અમદાવાદમાં પણ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ચૂકી છે. તેથી આગામી દિવસોમાં ગરમી વધવાના કારણે શોર્ટ-શર્કિટ અને આગ લાગવાના બનાવો ના બને તેને લઈને હોસ્પિટલોને સાવધાની રાખવી જોઈએ.

(12:17 pm IST)
  • અભિનેતાથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તી રવિવારે બંગાળના રાયગંજમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. તેમને કોલકાતાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને પ્રચાર સભામાં ખુબજ બેચેની અનુભવતા, હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તીની તબિયત પાછળ ડિહાઇડ્રેશનની આશંકા છે. access_time 11:15 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ સર્જી ભયજનક સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 68,631 નવા કેસ સાથે 500થી વધુ દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા access_time 8:55 pm IST

  • સુરતના અમરોલી કોસીડ વિસ્તારમાં ઇમરજન્સી માટે ફાળવેલ બસમાં લાગી આગ : બસમાં કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવતો હતો : કોઇ જાનહાની થયેલ નથી access_time 2:22 pm IST