Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

દુબઈ એરપોર્ટ પર પૂ,મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત : સ્ટેટ ગેસ્ટ તરીકે બહુમાન

મહંત સ્વામી 11 દિવસની યુએઈની ધર્મયાત્રાએ :એરપોર્ટ પર ભારતીય પરંપરા મુજબ અભિવાદન :20મીએ અબુધાબીમાં હિન્દૂ મંદિરની શિલાન્યાસવિધિ

 

દુબઇ :BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિત વડા મહંત સ્વામી મહારાજ યુનાઇટેડ અરબ એમિરેટ્સની ધર્મયાત્રાનો ગુરુવારે પ્રારંભ થયો છે 

દુબઇ પહોંચેલા મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઇના મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને દુબઇના અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું.

પુજ્ય મહંત સ્વામી મહારાજની યુએઇ ખાતેની પ્રથમ ધર્મયાત્રા છે, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ મુજબ યુએઇમાં અબુધાબી ખાતે રચાઇ રહેલા બીએપીએસ હિન્દુ મંદિરના શિલાન્યાસ વિધિ આગામી 20 એપ્રિલના રોજ થશે. દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે.

મહંત સ્વામી સંયુક્ત એમિરાતની 11 દિવસની યાત્રા પર ગયા છે. દરમિયાન UAEમાં મહંત સ્વામીને સ્ટેટ ગેસ્ટ તરીકે બહુમાન આપવામાં આવ્યું છે. થોડા સમય પહેલા ખ્રિસ્તી ધર્મના વડા પોપ ફ્રાન્સીસને યુએઇની સરકાર દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું

પુજ્ય મહંત સ્વામીનું દુબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન થયું ત્યારે ભારતીય પારંપરિક વેશભૂષામાં સજ્જ બાળકોએ પુષ્પવર્ષા કરી અભિવાદન કર્યું હતું.

(10:26 pm IST)