Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મુકેશ અંબાણીએ કોંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાના સમર્થનમાં આપ્યું નિવેદન :વિડિઓ કર્યો ટ્વીટ

 

મુંબઈ :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. મિલિંદ દેવરા દક્ષિણ મુંબઈ લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

મિલિંદે એક વીડિયો ટ્વીટ કર્યો છે અને તેમાં મુકેશ અંબાણી તેમના સમર્થનમાં બોલતા જોવા મળી રહ્યા છે.

એક તરફ મુકેશ અંબાણી ચૂંટણીમાં કૉંગ્રેસ ઉમેદવારને સમર્થન આપી રહ્યા છે  બીજી તરફ તેમના નાના ભાઈ અનિલ અંબાણી પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કટાક્ષ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીએ વીડિયોમાં કહ્યું છે, "મિલિંદ દક્ષિણ મુંબઈના છે. મિલિંદને દક્ષિણ બૉમ્બેના સમાજ, અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિનું જ્ઞાન છે."

પોતાના ટ્વીટમાં મિલિંદે લખ્યું છે, "નાના દુકાનદારથી મોટા ઉદ્યોગપતિ સુધી- દક્ષિણ મુંબઈ સૌના વેપારનું માધ્યમ છે. દક્ષિણ મુંબઈમાં વેપારને ફરી પાટા પર લાવવો છે અને નોકરીઓની તક ઊભી કરવી છે. યુવાનો અમારી પ્રાથમિકતા છે."

એક અપવાદ છે કે કોઈ ધનકુબેર ઉદ્યોગપતિ કોઈ ઉમેદવારને ચૂંટણીમાં ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે.

મિલિંદ દેવરાએ કહ્યું છે, "મને ખબર છે કે મુકેશ અંબાણી અને ઉદય કોટકનું સમર્થન અન્ય લોકોની સરખામણીએ વધુ લોકોનું ધ્યાન આકર્ષશે. મને તેમના સમર્થન પર ગર્વ છે પરંતુ એટલો ગર્વ પાનવાળા, નાના દુકાનદારો, નાના ઉદ્યોગકારોના સમર્થન પર પણ છે."

મિલિંદ દેવરા મુકેશ અંબાણીની ટેલિકૉમ કંપની જિયોના કૅમ્પેનમાં સામેલ થયા હતા.

 

(10:15 pm IST)