Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઉત્સાહિત મતદાનની સાથે

રજનિકાંત, ચિદમ્બરમે સૌથી પહેલા મત આપ્યુ

નવી દિલ્હી, તા. ૧૮  :  ૧૭મી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આજે ૧૧ રાજ્યો અને કેન્દ્રિત શાસિત પ્રદેશને આવરી લેતી લોકસભાની ૯૫ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે ૬૬ ટકાથી વધુ મતદાન થયું હતું. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

¨    ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ આજે બીજા તબક્કામાં શાંતિપૂર્ણરીતે ૬૬ ટકાથી વધુ મતદાન થયું

¨    પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ ૭૫.૨૭ ટકા મતદાન થયું

¨    આસામ, મણિપુર, પુડ્ડુચેરીમાં પણ ઉંચુ મતદાન નોંધાયું

¨    મતદાન શરૂ થતાની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા

¨    મતદાન શરૂ થતાની સાથે સુપરસ્ટાર રજનિકાંત, કમલ હાસન સહિતના ફિલ્મ સ્ટાર મતદાન કરવા માટે મથકો પર પહોંચી ગયા, તમામ ટોપના દિગ્ગજો પણ મતદાન માટે પહોંચ્યા

¨    મતદાન શરૂ થતાની સાથે ચિદમ્બરમ સહિતના તમામ રાજકીય પક્ષોના દિગ્ગજો પણ મતદાન કરવા માટે પહોંચી ગયા

¨    બીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે તમામ મથકો પર મજબુત સુરક્ષા

¨    તમિળનાડુમાં ૩૮, કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન. જમ્મુ કાશ્મીરમાં બે , મણિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન

¨    મતદાન શરૂ થતાની સાથે જ  જુઆલ ઓરમ, સદાનંદ ગૌડા, રાધાકૃષ્ણન, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલી, રાજ બબ્બર, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા, ભાજપના હેમા માલિની, ડીએમકેના દયાનિધી મારન, કાનીમોઝી અને એ રાજાના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા

¨    લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી.ત્યારબાદથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે

¨    બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો

¨    ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.તમામ મતદારો પણ ઉત્સુક બન્યા

¨    તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.

¨    તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી

¨    આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઇ રહ્યા છે

¨    ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.

¨    ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે.

¨    ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી

¨    છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

(9:31 pm IST)
  • પ્રધાનમંત્રી મોદીના હેલિકોપ્ટરનું, ચૂંટણી પંચના અમુક અધિકારો દ્વારા ઓડીસાના સાંબલપુર ખાતે ચેક કરાતા, ચૂંટણી પંચે તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે : વધુ વિગતો મેળવાય રહી છે. access_time 9:48 pm IST

  • ભાજપ દ્વારા બુરખામાં બોગસ વોટિંગ કરાવાય છે : ઉત્તરપ્રદેશનાં અમરોહા સીટથી બીએસપીનાં ઉમેદવાર દાનિશ અલ્વીએ બીજેપી પર બોગસ વોટિંગ કરવાનો આરોપ લગાવ્યો :તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ' બીજેપી બુરખામાં બોગસ વોટિંગ કરાવી રહી છે.' access_time 11:46 am IST

  • તમિલનાડુનાં ચેન્નઇમાં બત નંબર 27 પર મક્કલ નિધિ મય્યમ ચીફ કમલ હસન દીકરી શ્રુતિ હસન સાથે મતદાન કરવા લાઇનમાં ઉભા access_time 11:44 am IST