Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કોના ભાવિ સીલ થયા

કાર્તિ ચિદમ્બરમનુ ભાવિ પણ સીલ

નવીદિલ્હી, તા. ૧૮  :  ૧૭મી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આજે ૧૧ રાજ્યો અને કેન્દ્રિત શાસિત પ્રદેશને આવરી લેતી લોકસભાની ૯૫ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે ૬૬ ટકાથી વધુ મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૬૬ ટકાથી વધુ મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. આજે ૧૫.૮૦ કરોડ મતદારો પૈકી ૬૬ ટકા મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. આજે મતદાન બાદ કોના કોના ભાવિ સીલ થઇ ગયા હતા તે નીચે મુજબ છે.

¨    જુઆલ ઓરમ (કેન્દ્રીયમંત્રી)

¨    કાર્તિ ચિદમ્બરમ  (ચિદમ્બરમના પુત્ર)

¨    સદાનંદ ગૌડા (કેન્દ્રીયમંત્રી)

¨    પૌન રાધાકૃષ્ણન (કેન્દ્રીયમંત્રી)

¨    એચડી દેવગૌડા (પૂર્વ વડાપ્રધાન)

¨    વિરપ્પા મોઇલી (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)

¨    રાજ બબ્બર (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)

¨    ફારુક અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સના નેતા)

¨    હેમા માલિની (ભાજપના વરિષ્ઠ નેતા)

¨    દયાનિધિ મારન (ડીએમકે નેતા)

¨    એ રાજા (ડીએમકેના નેતા)

¨    કાનિમોઝી (ડીએમકેના નેતા)

¨    વસંતકુમાર (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)

¨    ઉદયસિંહ (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)

¨    ડીકે સુરેશ (કોંગ્રેસના નેતા)

¨    કેએન સિંહ દેવ ( બીજેડી)

¨    પ્રીતમ મુન્ડે ( ભાજપ)

(9:29 pm IST)