Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ દિવસમાં ૧૦૦થી વધુ રેલી કરવા માટે સુસજ્જ

પ્રચાર તીવ્ર બનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગતિ પણ વધી : દિનમાં ત્રણથી ચાર રેલીઓ યોજવા માટેની તૈયારી થઇ

અમરેલી, તા. ૧૮ : ચૂંટણી પ્રચાર તીવ્ર બનવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હવે ચૂંટણી રેલીની ગતિ વધારી દીધી છે. ૩૦ દિવસના ગાળામાં મોદી હવે ૧૦૦થી પણ વધારે રેલી કરનાર છે. હજુ સુધી દિવસમાં ત્રણ રેલી કરી રહેલા મોદી હવે દિવસમાં ચાર રેલી કરનાર છે. આગામી એક મહિનાની અંદર દેશના જુદા જુદા ભાગોમાં ૧૦૦થી વધારે રેલી કરનાર છે. આવનાર દિવસોમાં રેલીના આંકડામાં ફેરફાર થઇ શકે છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદથી મોદી દરરોજ બેથી ત્રણ રેલી યોજી રહ્યા છે. મંગળવારથી તેમની રેલીની સંખ્યા ચાર થઇ ચુકી છે. કારણ કે, વડાપ્રધાનની દરેક સંસદીય બેઠકમાંથી માંગ આવી રહી છે. આ માંગને પૂર્ણ કરવા માટે રેલીની સંખ્યા વધારવામાં આવી રહી છે. એવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે કે, કોઇ જગ્યાએ એક દિવસમાં સંખ્યા પાંચ સુધી  પણ કરવામાં આવી શકે છે. ચૂંટણી વડાપ્રધાન મોદીના નામ પર ચાલી રહી છે જેથી મોદીને પ્રચારની જવાબદારી પોતાના હાથમાં લેવાની ફરજ પડી રહી છે. ભાજપના દરેક દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે પરંતુ મોદીની રેલીઓની સંખ્યા સૌથી વધારે દેખાઈ રહી છે. આક્રમક પ્રચારનો દોર જારી રહી શકે છે.

 

(7:43 pm IST)