Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ભાજપના ઉમેદવાર ભોલાસિંહે પોલીંગ બુથ બહાર ચૂંટણી પ્રચાર કર્યોઃ નજરકેદનો નિર્ણય

બુલંદશહેર: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ ચાલુ છે. બીજા તબક્કામાં યુપીની 8 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. યુપીની બુલંદશહેર બેઠક માટે પણ મતદાન ચાલુ છે. બુલંદશહેરથી હાલના સાંસદ અને ભાજપના ઉમેદવાર ભોલા સિંહને એક પોલીંગ બૂથ બહાર ઊભેલા સુરક્ષાકર્મી સાથે નોકઝોંક થઈ ગઈ. પોલીંગ બૂથની અંદર પહોંચતા જ ભાજપના ઉમેદવાર ભોલા સિંહ પ્રચાર કરતા જોવા મળ્યા હતાં. ત્યારબાદ બુલંદશહેરના ડીએમ અભયસિંહે ભાજપના ઉમેદવારને નજરકેદ કરવાનો નિર્ણય લીધો.

હકીકતમાં બુલંદશહેરના એક બૂથ પર જ્યારે ભોલા સિંહને એક સુરક્ષાકર્મીએ પાર્ટીનો ખેસ પહેરતા રોક્યા તો તેઓ ભડકી ગયા હતાં. તેમણે સીધો ડીએમને ફોન લગાવ્યો હતો. ત્યારબાદ ડીએમએ સુરક્ષાકર્મી સાથે વાત કરી અને ત્યારે ભોલા સિંહને રૂમમાં અંદર જવાની મંજૂરી મળી હતી. બુલંદશહેરના જેપી જનતા ઈન્ટર કોલેજ બૂથ પર તેઓ ભાજપનો પ્રચાર કરતા અને વોટિંગ કરવા આવેલા લોકોને પગે લાગતા જોવા મળ્યા હતાં. મતદાનને પ્રભાવિત કરવાના આરોપસર બુલંદશહેરના ડીએમએ તેમને નજરકેદ કરવાનો નિર્ણય લેવો પડ્યો.

અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચના નિયમો મુજબ એક ઉમેદવાર પોલીંગ બૂથ પર શું મતદાન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવા માટે જઈ શકે છે. પરંતુ તે ઈવીએમ મશીનની પાસે જઈ શકતો નથી.

(5:37 pm IST)