Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પાકિસ્તાનમાં હુમલોઃ બસમાંથી ઉતારી ૧૪ મુસાફરોને ગોળી મારી

બલૂચિસ્તાનમાં એક બસ પર આતંકવાદી હુમલો થયો છે જેમાં ૧૪ મુસાફરોના મોત થયા છે જયારે ભોગ બનનાર બે વ્યકિત ભાગવામાં સફળ રહ્યાં છે

કરાંચી, તા.૧૮: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક બસ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ૧૪ લોકોની મોત થઈ ગઈ છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલ મુજબ, આ હુમલો મકરાન કોસ્ટલ હાઇવે પર થયો છે. પાકિસ્તાનની અંગ્રેજી સમાચાર સંસ્થા ડોનની વેબસાઇટ મુજબ, હુમલાવરોએ સેનાનો ગણવેશ પહેર્યો હતો અને તેઓ ૧૫-૨૦ની સંખ્યામાં હતા. હુમલાવરોએ ૧૭-૧૮ એપ્રિલની રાત્રે બુઝી ટોપ વિસ્તારમાં મકરાન કોસ્ટલ હાઇવે પર કરાંચીથી ગ્વાદર જઈ રહેલી બસને રોકીને હુમલો કર્યો હતો. હુમલાવરોએ ૫-૬ બસો રોકી હતી.

હુમલાવરોએ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના આઈ કાર્ડ ચેક કર્યા હતા અને તેમાથી ૧૬ યાત્રીઓને અલગ ઉતાર્યા હતા અને તેમના પર ગોળી ચલાવી અને તેમની હત્યા કરી નાઁતકી હતી. ભોગ બનનારા લોકોમાંથી ૨ વ્યકિતઓ ભાગવામાં સફળ રહ્યા હતા. બંને ઘાયલ વ્યકિતઓની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે.

બલૂચિસ્તાનના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલિસ મોનસિન હસન બટ્ટે ડોનને જણાવ્યું કે આ હુમલામાં ચોક્કસ યાત્રીઓને નિશાને લેવામાં આવ્યા હતા કારણ કે પહેલાં એ યાત્રીઓના આઈકાર્ડ ચેક કરવામાં આવ્યા હતા. હાલમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.(

(4:01 pm IST)