Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ફેસબુક બાદ JustDial ના ૧૦ કરોડથી વધુ યૂઝર્સનો ડેટા લીક થયો

બેંગલુરુ, તા.૧૮: એક સ્વતંત્ર સિકયુરિટી રિસર્ચરે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, લોકલ સર્ચ સર્વિસ JustDial બુધવારે ડેટા બ્રીચનો શિકાર થયું. જેમાં ૧૦ કરોડથી વધુ યૂઝર્સના નામ, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને એડ્રેસ સાર્વજનિક થયા. ડેટા બ્રીચ અંગે ખુલાસો કરનાર રાજશેખર રાજહરિયાએ જણાવ્યું, જે યૂઝર્સનો ડેટા લીક થયો છે તેમાંથી ૭૦ ટકા યૂઝર્સ એવા છે જેમણે જસ્ટડાયલના કસ્ટમર કેર નંબર ૮૮૮૮૮ ૮૮૮૮૮ પર ફોન કર્યો હોય. રાજશેખરે કહ્યું, 'જો કોઈ યૂઝરે જસ્ટડાયલ એપ કે વેબસાઈટનો ઉપયોગ ન કર્યો પરંતુ એકવાર પણ કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો હોય તો સંભવ છે કે તેમનો ડેટા લીક થયો હોય.

માહિતી પ્રમાણે, ડેટા બ્રીચ જસ્ટડાયલની વેબસાઈટના જૂના વર્ઝન દ્વારા થયું છે, જેને ૨૦૧૫ બાદ એક વાર પણ ચેક કરવામાં આવી નહોતી. ૪ વર્ષમાં એપ્લિકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસને અસુરક્ષિત જ રખાયો હતો. આ સાથે જ રાજશેખરે જણાવ્યું, જસ્ટડાયલે આ વિશે તેમનો સંપર્ક કર્યો છે પરંતુ આ સમસ્યા હજુ સુધી સંપૂર્ણપણે ઉકેલી શકાઈ નથી અને યૂઝર્સનો ડેટા હજુ સુધી એકસેસ કરી શકાય છે.

ડેટા લીક મુદ્દે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ જસ્ટડાયલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. થોડા મહિના પહેલા જસ્ટડાયલે પોતાની વેબસાઈડના નવા વર્ઝનમાં અમુક ફેરફાર કર્યા હતા જેથી વેબસાઈટ પરથી યૂઝર્સનો ડેટા લીક ન થાય. ડણાવી દઈએ કે, જસ્ટડાયલ મુંબઈની એક ઓનલાઈન ડિરેકટરી સર્વિસ છે. જે બિલ પેમેન્ટ, રિચાર્જ, ગ્રોસરી, ફૂડ ડિલિવરીની સાથે રેસ્ટોરાં, કેબ અને મૂવી ટિકિટ બુકિંગની સર્વિસ આપે છે.

(4:00 pm IST)