Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મોદી પછાત કાર્ડ ખેલી રહ્યા છે! રાજ બબ્બરના આકરા પ્રહારો

નવીદિલ્હી, તા.૧૮: યુપીના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર આ વખતે ફતેહપુર સીકરીથી ચૂંટણી લડી રહ્યાં છે આજે તેમણે પણ મત આપ્યો અને લોકોને લોકતંત્રથી બચાવવા માટે ભારે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી .

મત આપ્યા બાદ રાજ બબ્બરે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી હાલમાં 'પછાત' કાર્ડ રમી રહ્યા છે. જયારે કોઈ રંગે હાથ પકડાઈ જાય છે તો જાતિ અને ધર્મનું કાર્ડ રમવા લાગે છે. બબ્બરે કહ્યુ કે રાફેલ મામલાની તપાસ થવી જોઈએ. પોતાના સંસદીય ક્ષેત્ર વિશે તેમણે કહ્યુ કે લોકો અહીં મને વ્યકિતગત રીતે જાણે છે અને પક્ષમાં મત કરશે એની મને પૂરી આશા છે.

(3:38 pm IST)