Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ટ્રાન્સલેટર ન સમજી શકયો રાહુલ ગાંધીનું ઈંગ્લિશઃ સોશ્યલ મીડિયા પર ઊડી મજાક

કોચી તા.૧૮: દક્ષિણ ભારતમાં ચૂંટણી પ્રચારમાં નેતાઓના ટ્રાન્સલેટર કંઇક એવું કરી દે છે અથવા એવું કંઇક બોલી દે છે જેના કારણે નેતાઓની મજાક ઊડે છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આવું જ થયું હતું. તેઓ મંગળવારે ચૂંટણીપ્રચાર માટે કેરળ પહોંચ્યા હતા. અહીં તેઓ એક રેલીમાં વડાપ્રધાન મોદી સામે વિવિધ મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા હતા, પરંતુ તેમના ટ્રાન્સલેટરના કારણે તેઓ ટ્રોલ થયા હતા. એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

હકીકતમાં રાહુલ ગાંધી ઈંગ્લિશમાં ભાષણ આપી રહ્યા હતાં. તેમના ભાષણને સ્થાનિક ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે સ્ટેજ પર રાહુલની બાજુમાં એક ટ્રન્સલેટર પણ હાજર હતા. રાહુલ ગાંધીએ ઇંગ્લિશમાં કહ્યું કે મોદી લોકોને એવું કહે છે કે મને વડા પ્રધાન નહીં, ચોકીદાર બનાવો. પરંતુ રાહુલના ટ્રાન્સલેટર આ વાત સમજી ન શકયા. આ જોઇને રાહુલ ગાંધીને પણ હસવું આવી ગયું હતું. ત્યારે રાહુલ ગાંધી ફરી ટ્રાન્સલેટરની નજીક જઇને એ લાઇન તેમને ફરી કહી હતી ત્યારે ટ્રાન્સલેટરને એ વાત સમજાઇ હતી.

(12:21 pm IST)