Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કેન્દ્રનું સુપ્રિમ કોર્ટમાં સોગંદનામુ નેતાઓની વધતી આવક અંગે જાણવુ અઘરૂ

લોકસભાના ૪૩૦ સાંસદો કરોડપતિ

નવી દિલ્હી, તા. ૧૮ :. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રિમ કોર્ટમાં સ્વીકાર્યુ કે નેતાઓની વધી રહેલી આવકની ભાળ મેળવવી અઘરી છે. તેના માટે સ્થાયી તંત્ર ડેવલપ કરવામાં સમય લાગશે તેથી તે બાબતે થોડી વધારે મુદ્દત આપવામાં આવે. કોર્ટની અવગણના અંગેની નોટીસના જવાબમાં આપેલા સોગંદનામામાં સરકારે આ વાત કહી છે.

ખાનગી સંસ્થા લોકપ્રહરીના અધ્યક્ષ એસ.એન. શુકલ દ્વારા નેતાઓની આવકમાં થઈ રહેલી બેસુમાર વૃદ્ધિ અંગેની અરજી પર સુપ્રીમે ગયા મહિને કેન્દ્રને નોટીસ આપી હતી. કોર્ટે પૂછયુ હતું કે સરકાર નેતાઓની સંપત્તિની તપાસનું તંત્ર ડેવલપ કરવા માટે શું પગલા લીધા છે ? તેની માહિતી બે સપ્તાહમાં આપવી.

તેના જવાબમાં સરકારે કહ્યું કે તેણે રાજ્યસભાના મહાસચિવને ફરીથી બેઠક બોલાવવાનું કહ્યુ છે પણ તેમણે કહ્યું કે આ બાબત મંત્રાલયે જોવી જોઈએ કેમ કે તેની પાસે બધી માહિતી ઉપલબ્ધ હોય છે. રાજ્યસભાના આ જવાબ પછી આ મુદ્દા પર નવેસરથી વિચાર કરવામાં આવશે. આના માટે સરકારને  વધારે સમયની જરૂર છે.(૨-૧)

સંપત્તિમાં અનેક ગણો વધારો

- ૧૫૩ સાંસદોની આવક ૨૦૦૯માં ૫.૫ કરોડ હતી જે વધીને ૨૦૧૪માં ૧૩.૮ કરોડ થઈ.

- હાલના સાંસદોની સરેરાશ વાર્ષિક આવક ૩૦.૯ લાખ રૂપિયા

- શત્રુઘ્ન સિન્હાની સંપત્તિ ૨૦૦૯ના મુકાબલે ૨૦૧૪માં ૭૭૮ ટકા વધી જે સૌથી વધુ હતી.

- ૨૦૧૪માં એડીઆરના રીપોર્ટ અનુસાર જનપ્રતિનિધિઓની સંપત્તિ ૨૧૦૦ ટકા સુધી વધી હતી.

(12:19 pm IST)