Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કુમારસ્વામી ૧૦૦ વખત ન્હાય તો'ય દેખાય ભેંસ જેવા ! મોદી કેમેરા સામે આવતા પહેલા 'મેક-અપ'ની ટીપ્પણી

ચોર, ચોકીદાર ઉપર જમાવટ બાદ હવે ચહેરાને બનાવાયા નિશાન

નવી દિલ્હી , તા.૧૮: ચૂંટણી સમયે નેતાઓની નિવેદનબાજી છવાઈ છે ત્યારે હવે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજુ કાગેએ ચહેરાની ચમક મુદ્દે નિવેદન આપ્યું છે કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈઙ્ગ મોદી વિશે નિવેદન આપ્યુ હતુ જેમાં તેમણે કહ્યુ હતુ કે કેમેરા સામે આવતા પહેલા મોદી મેકઅપ કરે છે જેનાથી તેમનો ચહેરો સારો દેખાય. કુમારસ્વામીના આ નિવેદન પર પલટવાર કરતા રાજુ કાગેએ કુમારસ્વામીની મજાક ઉડાવી છે.

ઙ્ગ રાજુ કાગેએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી ગોરા છે અને કુમારસ્વામી કાળા. કુમારસ્વામી દિવસમાં ૧૦ વાર પાઉડર લગાવે છે, દિવસમાં ૧૦ વાર કપડા બદલે છે. મોદી ગોરા છે અને સારા દેખાય છે પરંતુ કુમારસ્વામી જો તમે દિવસમાં ૧૦૦ વાર પણ નહાયા તો પણ ભેંસ જેવા જ રહેશો.

ઙ્ગકુમારસ્વામીએ કહ્યુ હતુ કે મીડિયા માત્ર નરેન્દ્રભાઈઙ્ગ મોદીને બતાવે છે કારણકે તે કેમેરા સામે આવતા પહેલા મેકઅપ કરે છે. કુમારસ્વામીના આ નિવેદન પર ભાજપ નેતાએ તેમની તુલના ભેંસ સાથે કરી દીધી હતી. ઙ્ગ અત્રે ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીએ કહ્યુ હતુ કે લોકોની સામે આવતા પહેલા કેમેરાની સામે આવતા પહેલા સવારે નરેન્દ્ર મોદી મેકઅપ કરે છે, ચહેરાનું વેકિસંગ કરાવે છે જેનાથી તેમનો ચહેરો સારો દેખાય પરંતુ અમારા મામલે એવુ નથી. જો અમે સવારે નહીએ તો ત્યારબાદ બીજા દિવસે સવારે નહીએ છે અને ચહેરો ધોઈએ છીએ. અમારો ચહેરો કેમેરા સામે સારો નથી લાગતો એટલા માટે મીડિયાના અમારા દોસ્ત પણ અમારો ચહેરો બતાવવા પસંદ નથી કરતા, તે માત્ર નરેન્દ્ર મોદીને જ બતાવે છે.

(12:18 pm IST)