Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

બીજા તબક્કાના મતદાન દરમ્યાન પ.બંગાળમાં હિંસાઃ બિહાર સહિતના રાજયોમાં સામાન્ય મતદાન

૧૨ રાજયોની ૯૫ બેઠકો માટે મતદાનઃ ૯૫માંથી પર બેઠકો તામિલનાડુ-કર્ણાટકની બપોર સુધીમાં ૪૫-૫૦ જેટલુ મતદાનઃ સદાનંદ ગૌડા, રાધાકુષ્નન, દેવગૌડા, મોઇલી, રાજ બબ્બર ફારૂક અબદુલ્લા- હેમા માલીની, દયાનીધિ સહિત કનીમોજી વગેરેનું ભાવિ EVM માં કેદ : પ.બંગાળામાં IED બ્લાસ્ટ-અશ્રુવાયુ હિંસા-લાઠી ચાર્જની ઘટના

નવીદિલ્હી, તા.૧૮: ૧૭મી લોકસભા ચુંટણીના ભાગરૂપે આજે ૧૨ રાજયો અને કેન્દ્રશાષિત પ્રદેશ પોન્ડીચેરીને આવરી લેતી ૯૫ સીટ પર મતદાનની શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલુ થયુ હતું. સવારથી બપોર સુધીમાં અંદાજે ૪૫થી ૫૦ ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું. મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ ભારે સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા હતા. હેમામાલીની, ફારૂક અબ્દુલા સહીત ૧૬૩૫ ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થયા હતા. શ્રીનગર માત્ર ૨.૩ ટકા મતદાન નોંધાયુ તેમજ તામિલનાડુ અને બિહારમાં અનેક ઇવીએમ ખરાબ થયાના અહેવાલો છે.

પશ્યિમ બંગાળના રાયગંજમાં ચૂંટણી હિંસા થઈ હોવાના અહેવાલો છે. અહીંના ચોપરાના બૂથ સંખ્યા ૧૫૯ પર હોબાળો

મચ્યો છે. અહીં ભાજપના કાર્યકર્તાઓનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓએ મહિલાઓને મત આપતા રોકયા છે. ત્યારબાદ લોકોએ હાઈવે જામ કરી નાખ્યો. પોલીસે હાઈવે ખોલાવવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ પણ છોડ્યાં. આ બાજુ રાયગંજથી વર્તમાન સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમના કાફલા ઉપર હુમલાના અહેવાલો પણ છે. સીપીએમ ઉમેદવાર મોહમ્મદ સલીમની કાર પર હુમલો ઉત્ત્।ર દીનાઝપુર જિલ્લાના ઈસ્લામપુર ખાતે થયો છે. સીપીએમ નેતા સલીમે આરોપ લગાવ્યો કે તેમની કાર પર ઙ્ગહુમલો ટીએમસીના કાર્યકર્તાઓએ કર્યો. રાયગંજ લોકસભા બેઠકથી ટીએમસીના કનૈયાલાલ અગ્રવાલ મેદાનમાં છે. જયારે કોંગ્રેસે આ સીટ પરથી દીપાદાસ મુન્શી અને ભાજપે દેબશ્રી ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.

છત્ત્।ીસગઢના કાંકેરમાં પોલીંગ બૂથ સંખ્યા ૧૮૬માં મતદાન દરમિયાન એક મતદાનકર્મીનું હાર્ટએટેકથી મોત થયું છે. જયારે પશ્યિમ બંગાળના પુરુલિયામાં ભાજપના કાર્યકર્તાનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળ્યો છે. આ દ્યટનાથી વિસ્તારમાં હડકંપ મચ્યો છે. યુપીના કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ અને ફતેહપુર સિકરીના ઉમેદવાર રાજ બબ્બરે પણ મતદાન કર્યું.

 ઉત્ત્।ર પ્રદેશની મથુરા લોકસભા બેઠકના બૂથ નંબર ૪૬ પર ઈવીએમ ખરાબ થવાના કારણએ મતદાન અટકાવવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરની બે લોકસભા બેઠકો શ્રીનગર અને ઉધમપુરમાં પણ આજે મતદાન ચાલુ છે. સુરક્ષા કારણોસર શ્રીનગર સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના બીડ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી પાંચ જગ્યાઓ પર ઈવીએમ અને વીવીપેટ મશીનોમાં ગડબડીની ફરિયાદો સામે આવી છે. જેમાં ગેવરઈ, મજલગાંવ, કેઝ, અષ્ટી અને પરાલી સામેલ છે. જો કે આ મશીનો તરત બદલી દેવાયા છે. ત્યારબાદ મતદાન સુચારુ રીતે ચાલુ રહ્યું છે.

 આજે થઈ રહેલા મતદાનમાં દિગ્ગજ નેતાઓ અને જાણીતા ચહેરાઓ મેદાનમાં છે. પહેલા ૯૭ બેઠકો પર મતદાન થવાનું હતું, પણ તામિલનાડુના વેલ્લોર અને ત્રિપુરા-ઈસ્ટ બેઠક પર ચૂંટણી ટળી છે. ૯૫ બેઠકોમાં ૫૨ બેઠકો તામિલનાડુ અને કર્ણાટકની છે. દિલ્હીની નજીકમાં જોઈએ તો વેસ્ટ યુપીની ૮ બેઠકો પર આજે તમદાન થઈ રહ્યું છે. જેમાં અલીગઢ, બુંદલેશહેર, મથુરા અને આગ્રાનો સમાવેશ થાય છે. બીજા ફેઝની ચૂંટણી પછી ૧૮૬ બેઠકોની ચૂંટણી પૂર્ણ થઈ જશે. બાકી જગ્યાઓ પર ૫ તબક્કામાં મતદાન થવાનું છે. મતદાનની આગામી તારીખ ૨૩ એપ્રિલ છે.

આ પાંચ બેઠકો પર એનડીએ તરફથી જેડીયુ લડી રહી છે. ગઠબંધન તરફથી ૩ કોંગ્રેસ અને ૨ બેઠકો પર આરએલડી છે. ૨૦૧૪માં  ચાર બેઠકો ગઠબંધનના ખાતામાં ગઈ હતી અને પૂર્ણિયાથી જેડીયુની જીત થઈ હતી. જો, સામાજિક સમીકરણની વાત કરીએ તો આમાંથી મોટાભાગની બેઠકો મુસ્લિમ બહુમતીવાળી છે. બાંકા બેઠક  જેડીયુએ ભાજપના બળવાખોર ઉમેદવારને પણ સામનો કરવો પડ્યો. કિશનગંજમાં કોંગ્રેસની જેડીયુ સિવાય ઔવેસી પાર્ટી સાથે ટક્કર થઈ રહી છે. પૂર્ણિયમાં આ વખતે કોંગ્રેસ ઉમેદવાર ઉદયસિંહ છે, જે ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર હતા.

કોના ભાવિ સીલ થયા

     નવીદિલ્હી, તા. ૧૮ ૧૭મી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આજે સવારે ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશ પોન્ડીચેરીને આવરી લેતી ૯૫ સીટ પર મતદાનની શાંતિપૂર્ણ રીતે શરૂઆત થઇ હતી. પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે ૯૧ સીટ પર મતદાન થયા બાદ આજે બીજા તબક્કામાં વધુ ૯૫ સીટ પર મતદાન થઇ રહ્યુ છે.આજે મતદાન શરૂ થયા બાદ કોના કોના ભાવિ સીલ થઇ ગયા હતા તે નીચે મુજબ છે.

જુઆલ ઓરમ (કેન્દ્રીયમંત્રી) કાર્તિ ચિદમ્બરમ  (ચિદમ્બરમના પુત્ર) સદાનંદ ગૌડા (કેન્દ્રીયમંત્રી) પૌન રાધાકૃષ્ણન (કેન્દ્રીયમંત્રી)એચડી દેવગૌડા (પૂર્વ વડાપ્રધાન)વિરપ્પા મોઇલી (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)રાજ બબ્બર (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)ફારુક અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સના નેતા)હેમા માલિની (ભાજપના વરિષ્ઠ નેતા)દયાનિધિ મારન (ડીએમકે નેતા)એ રાજા (ડીએમકેના નેતા)કાનિમોઝી (ડીએમકેના નેતા)વસંતકુમાર (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)ઉદયસિંહ (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)ડીકે સુરેશ (કોંગ્રેસના નેતા)કેએન સિંહ દેવ ( બીજેડી)પ્રીતમ મુન્ડે( ભાજપ)

રજનિકાંત, ચિદમ્બરમે સૌથી પહેલા મત આપ્યો

ઉત્સાહિત મતદાનની સાથે

     નવી દિલ્હી, તા. ૧૮ ૧૭મી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આજે સવારે ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશ પોન્ડીચેરીને આવરી લેતી ૯૫ સીટ પર મતદાનની શાંતિપૂર્ણ રીતે શરૂઆત થઇ હતી. પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે ૯૧ સીટ પર મતદાન થયા બાદ આજે બીજા તબક્કામાં વધુ ૯૫ સીટ પર મતદાન થઇ રહ્યુ છે. સવારમાં મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ શરૂમાં જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા.મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

     ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારે બીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઇ

     મતદાન શરૂ થતાની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા

     મતદાન શરૂ થતાની સાથે સુપરસ્ટાર રજનિકાંત, કમલ હાસન સહિતના ફિલ્મ સ્ટાર મતદાન કરવા માટે મથકો પર પહોંચી ગયા

     મતદાન શરૂ થતાની સાથે ચિદમ્બરમ સહિતના તમામ રાજકીય પક્ષોના દિગ્ગજો પણ મતદાન કરવા માટે પહોંચી ગયા

     બીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે તમામ મથકો પર મજૂબુત સુરક્ષા

     તમિળનાડુમાં ૩૮, કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન  જારી છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન  છઇ રહ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં બે , મણિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન જારી છે

     મતદાન શરૂ થતાની સાથે જ  જુઆલ ઓરમ, સદાનંદ ગૌડા, રાધાકૃષ્ણન, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલી, રાજ બબ્બર, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા, ભાજપના હેમા માલિની, ડીએમકેના દયાનિધી મારન, કાનીમોઝી અને એ રાજાના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે

     લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી.ત્યારબાદથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે

     બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો

     ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.તમામ મતદારો પણ ઉત્સુક બન્યા

     તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.

     તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે

     આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઇ રહ્યા છે

     ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.

૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે.

     ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી

     છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

૧ વાગ્યા

સુધીનું મતદાન

આસામ-૩૭.૫૩ ટકા

બિહાર-૧૮.૯૩

જમ્મુ-કાશ્મીર-૧૮.૨૬

કર્ણાટક-૨૦.૭૩

મહારાષ્ટ્ર-૨૦.૭૫

મણીપુર-૩૧.૯૬

ઓડિસા-૨૦.૮૫

તામિલનાડુ-૨૨.૮૪

યુ.પી.-૨૮.૦૬

પ.બંગાળ-૩૩.૫૨

છત્તીસગઢ-૩૫.૮૯

પોંડીચેરી-૩૩.૦૪

(3:24 pm IST)