Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

યુપીના શાહજહાંપુરના એક ગામમાં રસ્તા,ગટર અને એકપણ ટોયલેટ નથી :મતદાન બહિષ્કારની ચીમકી

નિગોહીના કલ્યાણપુરના ગ્રામીણોમાં નેતાઓ પ્રત્યે ભારે નારાજગી

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક એવું ગામ છે, જ્યાં પાક્કા રસ્તા નથી, પાક્કી ગટરની સુવિધા નથી, પીવાનું સાફ પાણી નથી. એટલું જ નહીં પરંતુ આ ગામમાં એક પણ ટોયલેટ નથી. આ વાતથી નારાજ ગ્રામીણોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કહી છે.

   તેમનું કહેવું છે કે ગામમાં કોઈ પણ નેતા વોટ માંગવા નહીં આવે. આ આખો મામલો નિગોહીના કલ્યાણપુર ગામનો છે, જ્યાં ગ્રામીણોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કહી છે. તેનું કારણ છે કે અહીંના નેતાઓ પ્રત્યે ગ્રામીણોમાં રોષ છે. ગ્રામીણો અનુસાર હજુ સુધી આ ગામમાં પાક્કા રસ્તા નથી બન્યા, પીવા માટે ચોખ્ખું પાણી નથી અને એક પણ ટોયલેટ નથી બન્યું.

   આ ગામની મહિલાઓ આજે પણ બહાર ખુલ્લામાં શૌચ કરવા માટે જાય છે. ગામના લોકોને ઘણી મુસીબત પણ ઉઠાવવી પડી રહી છે. એટલા માટે ગ્રામીણોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ધમકી આપી છે.

(12:04 pm IST)