Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઓરિસ્સામાં બારલા ગામે માઓવાદીઓનો હુમલો :ચૂંટણી અધિકારીની ગોળી મારી હત્યા :ગાડી પર આઈઈડી બ્લાસ્ટ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા ઓરિસ્સામાં માઓવાદીઓએ હુમલો કર્યો હતો ચુંટણી અધિકારીની ગાડીને આગને હવાલે કરી દીધી છે. માઓવાદીઓએ એક ચૂંટણી અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી

 

  કંધમાલ જિલ્લાના ગોછપાડા પોલીસ સ્ટેશન હેઠળ બારલા ગામમાં જે ચૂંટણી અધિકારીને ગોળી મારી તેની ઓળખ સંજુક્તા ડીગલ તરીકે થઈ છે, જે ચૂંટણીની ડ્યૂટી માટે જઈ રહ્યાં હતાં, ત્યારે જ માઓવાદીઓએ તેમની ગાડી પર આઈઈડીથી હુમલો કર્યો. જો કે તેઓ આ બ્લાસ્ટમાં માંડ-માંડ બચ્યાં હતાં, પરંતુ માઓવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં તેનું મૃત્યુ થયું. અન્ય અધિકારી જે તેમની સાથે ચાલી રહી હતી, તે સુરક્ષિત છે.

  આ ગાડીઓમાં 13 ચૂંટણી અધિકારીઓ સફર કરી રહ્યા હતા, જેવા આ લોકો ગાડીમાંથી ઉતર્યા કે માઓવાદીઓએ તેમાં આગ લગાવી દીધી. જણાવી દઈએ કે આજે ઓરિસ્સાની 5 લોકસભા સીટ પર મતદાન થનાર છે જેમાં બારગઢ, સુંદરગઢ, બોલંગીર, કંધમાલ, અસ્કા સામેલ છે.

(11:03 am IST)