Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઉત્તર પ્રદેશમાં મતદાન પહેલા મોટા પ્રમાણમાં હથિયારો, દારૂ અને સોનું જપ્ત

હથિયાર અને ગોળા બારુદની સાથે પોલીસે ૩૦ કરોડ રૂપિયા કેશ પણ જપ્ત કર્યા છે

લખનૌ, તા.૧૮: ઉત્તર પ્રદેશમાં  લોકસભા ચૂંટણી ૨૦૧૯નું બીજુ ચરણ છે, આ ચરણાં ૧૫ રાજયમાં એક સાથે મતદાન થશે. ઉત્તરપ્રદેશમાં પણ સાત શહેરની લોકસભા સીટ પર મતદાન થશે. ચૂંટણી કરાવવા માટે એક લાખ પોલીસફોર્સ અને પેરામિલિટ્રી ફોર્સની ૧૫૭ કંપની તહેનાત રહશે.

તો સહયોગ માટે પીએસી પણ તહેનાત રહેશે. પરંતુ વોટિંગ પહેલા અત્યાર સુધીની કાર્યવાહીમાં લાખો લીટર દારૂ, સવા ચાર કિવન્ટલથી વધુ સોનું-ચાંદી અને હજારોની સંખ્યામાં હથિયાર, કારતૂસ સહિત મોટા પ્રમાણમાં ગોળાબારૂદ પકડાતા પોલીસ પણ ચોંકી ગઇ છે.

મતદાનની તારીખ ૧૮ એપ્રિલ પહેલા યુપીમાં પોલીસે અત્યારસુધીમાં ૧૧ લાખ લીટર વિદેશી દારૂ જપ્ત કરી ચૂકી છે. ચાર દિવસ પહેલા મથુરામાં ૪૦ લાખ રૂપિયાની કિંમતની દારૂ ઝડપાય છે. સાથે જ સોના-ચાંદી પણ ઝડપાયું છે. પોલીસે કાર્યવાહી દરમિયાન અત્યારસુધીમાં સવા કિવન્ટલ સોના અને અંદાજે સવા ત્રણ કિવન્ટલ ચાંદી પકડ્યું છે.

તો ૮૫૯૩ હથિયા, ૧૧૫૪૧ કારતૂસ અને ૬૫૧૮ કિલો ગોળા બારુદ અને ૪૧૪૬ બોમ્બ ઝડપાયા છે. ગેરકાયદે હથિયારો અને ગોળા બારુદની સંખ્યા અને જથ્થો જોઇ પોલીસ પણ મુશ્કેલીમાં મૂકાઇ છે. આ જથ્થો હજુ તો પોલીસની અત્યારસુધીમાં ચેકિંગમાં પકડાયો છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી પોલીસ કોઇ રિસ્ક લેવા નથી માગતી.

ગેરકાયદેસર હથિયારોની સંખ્યા હજારોમાં છે. પરંતુ એ હથિયારોની સંખ્યા કેટલી હશે જે પોલીસની નજર છૂપાવી રાખેલા ઠેકાણે પહોંચી ગયા છે. આથી પોલીસ, પીએસી, પેરામિલિટ્રી ફોર્સ અને હોમગાર્ડ-પીઆરડીના જવાનોની મદદ પણ લેવામાં આવી રહી છે. હથિયાર અને ગોળા બારુદની સાથે પોલીસે ૩૦ કરોડ રૂપિયા કેશ પણ જપ્ત કર્યા છે.(૨૩.૨)

 

(10:02 am IST)