Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મુકેશ અંબાણીનો વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સમાવેશ :ટાઈમ મેગેઝીનની યાદી જાહેર

લિસ્ટમાં અરુંધતિ કાટજુ અને મેનકા ગુરુસ્વામીને સ્થાન

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સમાવેશ થયો છે ટાઈમ મેગેઝીને 2019ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે અમેરિકાના ટાઇમ મેગેઝિને દુનિયાભરના 100 પ્રભાવશાળી લોકોનું જાહેર કરેલ લિસ્ટમાં મુકેશ અંબાણીના સિવાય લિસ્ટમાં અરુંધતિ કાટજુ અને મેનકા ગુરુસ્વામીને જગ્યા મળી છે.

ટાઇમ મેગેઝિને 2019ના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં જાહેર કરી છે. જેમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી પાયનિયર્સ લીડર્સ, ટાઇન્ટસ, આર્ટિસ્ટ અને વર્ષના આયકનનું નામ જાહેર કર્યું છે. લિસ્ટમાં ભારતીય-અમેરિકન કોમેડિયન અને ટીવી હોસ્ટ હસ મિન્હાજ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ ફ્રાંસિસ, ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન, પ્રતિષ્ઠિત ગોલ્ફર ટાઇગર વુડ્સ અને ફેસબૂકના સંસ્થાપક માર્ક જુકરબર્ગ સામેલ છે.

મહિન્દ્રા ગ્રૂપના વેપાર મંડળના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ અંબાણી માટે ટાઇમ 100 પ્રોફાઇલ લખતા કહ્યું કે મુકેશ અંબાણીના પિતા ધીરુભાઇ ભારતીય બિઝનેસમાં એક દુરદર્શી હતા. પરંતુ મુકેશ અંબાણીની નજર હવે તેમના પિતાની તુલનામાં સૌથી વધુ મહત્વકાંક્ષી છે. જેમના આશીર્વાદ તેઓ પ્રત્યેક પહેલના શુભારંભ પર અનમોલ રૂપથી આમંત્રિત કરે છે. મહિન્દ્રાએ રિલાયન્સ જીયો મોબાઇલ-ડેટા નેટવર્ક અંગે લખ્યું. ઓછા ખર્ચવાળા 4Gની સાથે ભારતના 28 કરોડ લોકો સાથે જીયો જોડાયેલું છે. કોઇપણ વ્યક્તિ દ્વારા પ્રભાવશાળી છે.

(12:00 am IST)