Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા અને સાક્ષરતાના પ્રચાર-પ્રસારમાં ઉત્તમ કામ કરનાર બારબરા બુશનું અવસાન

વોશિંગ્‍ટનઃ અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા અને સાક્ષરતા માટે ઉત્તમ યોગદાન આપનાર બારબરા બુશનું અવસાન થયું છે.  બુશ પરિવારના પ્રવક્તા જિમ મમૈકગ્રાએ એક નિવેદનમાં કહ્યું, અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા અને પરિવારની સાક્ષરતાની કટ્ટર સમર્થન બારબરા પિયર્સ બુશનું મંગળવારે 17 એપ્રિલ 2018ના 92 વર્ષની વયે નિધન થયું છે. 

બારબરા બુશના પરિવારમાં તેના પતિ તથા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબલ્યૂ બુશ, પુત્ર તથા પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશ તથા નીલ માર્વિન અને જેબ, પુત્રી ડોરોથી બુશ કોચ અને 17 પૌત્રો-પૌત્રી છે. 

સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઇમ્સ પ્રમાણે, તેમના પતિના કાર્યાલય તરફથી રવિવારે જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પરિવાર અને ડોક્ટરોની સલાહ લીદા બાદ બારબરાએ સામાન્ય દેખભાળ સિવાય અન્ય કોઈ પ્રકારની સારવાર કરવાની ના પાડી દીધી હતી. બુશ દંપતિએ જાન્યુઆરીમાં પોતાની 73મી લગ્ન વર્ષગાંઠ મનાવી હતી. 

સીએનએન પ્રમાણે, અમેરિકી ઈતિહાસમાં તે બીજી મહિલા હતી, જે એક રાષ્ટ્રપતિની મહિલા અને એક રાષ્ટ્રપતિની માતા હતી. પહેલી મહિલા એબીગેલ એડમ્સ હતી. પતિના અમેરિકી ઉપરાષ્ટ્રપતિ (20 જાન્યુઆરી 1981-20 જાન્યુઆરી 1989) અને ફરી 41માં રાષ્ટ્રપતિ (20 જાન્યુઆરી 1989-20 જાન્યુઆરી 1993) બનવા પર તે એક મોટી રાજનીતિક હસ્તીના રૂપમાં ઉભરી. સીએનએન પ્રમાણે બારબરા પિયર્સનો જન્મ આઠ જૂન 1925માં ન્યૂયોર્કમાં થયો હતો. 

બારબરા બુશે સાક્ષરતાના પ્રસારને એક મુહિમના રૂપમાં અપનાવી અને તેના વિશે જાગરૂકતા લાવવા માટે એક એનજીઓ ધ બારબરા બુસ ફાઉન્ડેશન ફોર ફેમેલી લિટરેસીની સ્થાપના કરી. જોર્જ એચ ડબલ્યૂ બુશ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેણે અને બારબરાએ સાક્ષરતા, કેન્સર અને અન્ય પરોપકારી કાર્યો માટે એક અરબ ડોલરથી વધુની રકમ એકઠી કરી હતી. 

વર્ષ 2001માં જ્યારે જોર્જ ડબલ્યૂ બુશ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે અમેરિકી ઈતિહાસમાં બારબરા બુશ એકમાત્ર તેવી મહિલા હતી, જેણે પોતાના જીવનકાળમાં પોતાના પતિ અને પુત્રને રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાતા જોયા હતા. 

(7:49 pm IST)